ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

Budget 2024: વિરોધ પક્ષોએ કહ્યું ‘બજેટમાં કંઈ ખાસ નથી’

નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી, 2024: નાણામંત્રી નિર્મલા સિતારમને આજે નરેન્દ્ર મોદી સરકારની બીજી મુદતનું છેલ્લું અને વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજુ થતાં જ પરંપરા મુજબ શાસક પક્ષે બજેટને વખાણ્યું છે, ત્યારે વિરોધ પક્ષોએ બજેટને લઈને અલગ અલગ પ્રતિક્રિયાઓ આપી છે. તેમનું કહેવું છે કે વચગાળાના બજેટમાં કંઈ ખાસ નથી. વચગાળાના બજેટ રજૂ થયા પછી ઉદ્ધવ ઠાકરે ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. મુંબઈને અડીને આવેલા રાયગઢ જિલ્લામાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધતા ઠાકરેએ જણાવ્યું કે સીતારમણે કહ્યું કે બજેટ ચાર “જાતિઓ” પર ધ્યાન કેન્દ્રિત કરશે, એટલે કે ગરીબ, મહિલાઓ, યુવાનો અને ખેડૂતો. ઠાકરેએ કહ્યું કે સરકારને આખરે સમજાયું છે કે દેશમાં આ ચાર લોકોના સમૂહ છે.

ઠંડા વાતાવરણમાં સામાન્ય જનતાની અપેક્ષાઓ પર ઠંડુ પાણી રેડ્યું: પ્રિયંકા ચતુર્વેદી

વચગાળાના બજેટ પર શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે, “કહેવું અને કરવું એમાં ઘણો ફરક છે, અમે છેલ્લા 10 વર્ષથી આ જ જોઈ રહ્યા છીએ… ગરીબો, મહિલાઓ, યુવાનો માટે આમાં કંઈ નથી. તેણે ઠંડા વાતાવરણમાં સામાન્ય જનતાની અપેક્ષાઓ પર ઠંડુ પાણી રેડ્યું છે.”

લોકોને વધુ સપનાં ન બતાવશો: હરસિમરત કૌર

વચગાળાના બજેટ પર શિરોમણી અકાલી દળ (SAD)ના સાંસદ હરસિમરત કૌર બાદલે કહ્યું કે, “છેલ્લા 10 વર્ષમાં જે વચનો આપ્યા છે એ પુરા કરો, લોકોને વધુ સપનાં ન બતાવશો”

‘બજેટમાં કંઈ ખાસ નથી’: ફારુક અબ્દુલ્લા

નેશનલ કોન્ફરન્સના વડા ફારુક અબ્દુલ્લાએ વચગાળાના બજેટ પર કહ્યું કે, “વાસ્તવિક બજેટ જુલાઈમાં આવશે, આ વચગાળાના બજેટમાં એવું કંઈ નથી… અમને આશા છે કે પ્રવાસન વધશે…”

લોકોને આકર્ષવા રજૂ કરાયું બજેટ: અધીર રંજન ચૌધરી

વચગાળાના બજેટ પર કોંગ્રેસના સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, “આ બજેટ આવનારી લોકસભા ચૂંટણીમાં લોકોને આકર્ષવા સિવાય બીજું કંઈ નથી.”

સામાન્ય લોકો માટે વચગાળાનું બજેટ નિરાશાજનક: સ્વાતી માલીવાલ

વચગાળાના બજેટ પર AAP સાંસદ સ્વાતિ માલીવાલે કહ્યું કે, “આ નિરાશાજનક બજેટ છે. દેશમાં મોંઘવારી અને બેરોજગારી ચરમસીમા પર છે પરંતુ બજેટમાં તેના વિશે કંઈ નથી, સામાન્ય લોકો માટે વચગાળાનું બજેટ નિરાશાજનક”

આ પણ વાંચો: Budget 2024: પરંપરા મુજબ શાસક પક્ષે બજેટને વખાણ્યું

Back to top button