બજેટ 2024: આવકવેરા સ્લેબ અને સિસ્ટમમાં કોઈ ફેરફાર નહીં: નાણામંત્રી
- કરદાતાઓ વચગાળાના બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારાની રાખી રહ્યા હતા અપેક્ષા
નવી દિલ્હી, 1 ફેબ્રુઆરી: સંસદમાં આજે નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાનું પ્રથમ વચગાળા બજેટ રજૂ કર્યું હતું. વચગાળાનું બજેટ રજૂ કરતી વખતે નાણામંત્રી સીતારમણે કહ્યું હતું કે, “આવકવેરા પ્રણાલીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સાથે ઈન્કમટેક્સ સ્લેબમાં પણ કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. આ અંતર્ગત પ્રત્યક્ષ અને પરોક્ષ કરના દરો પહેલાની જેમ જ રહેશે.” ઉલ્લેખનીય છે કે, કરદાતાઓ વચગાળાના બજેટમાં આવકવેરા મુક્તિ મર્યાદામાં વધારાની અપેક્ષા રાખી રહ્યા હતા. જોકે, હાલમાં આવકવેરાના મોરચે કોઈ રાહત આપવામાં આવી નથી. સરકારે એક કરોડ કરદાતાઓને લાભ આપવા માટે 2009-10 સુધી રૂ. 25,000 સુધીની ટેક્સ ડિમાન્ડ પાછી ખેંચવાની દરખાસ્ત કરી છે.
નાણામંત્રીએ સંસદમાં કહ્યું કે, આ વર્ષે આવકવેરા રિટર્નની પ્રક્રિયાનો સમય 2013-14ના 93 દિવસથી ઘટીને માત્ર 10 દિવસનો થયો છે. આ સાથે સરકારે એક કરોડ કરદાતાઓને લાભ આપવા માટે 2009-10 સુધી 25,000 રૂપિયા સુધીની ટેક્સ ડિમાન્ડ પાછી ખેંચવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
2023ના બજેટમાં નવી કર વ્યવસ્થામાં ફેરફારો કરવામાં આવ્યા હતા
અગાઉ 1 ફેબ્રુઆરી, 2023ના રોજ વાર્ષિક બજેટ રજૂ કરતી વખતે, નાણામંત્રીએ નવી કર વ્યવસ્થામાં ફેરફારોની જાહેરાત કરી હતી. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ ટેક્સ રિબેટ મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે. નવી કર વ્યવસ્થા હેઠળ, 7 લાખ રૂપિયાથી ઓછી કમાણી કરનારાઓને આવકવેરામાંથી સંપૂર્ણપણે મુક્તિ આપવામાં આવી છે. આ સિવાય નવી ટેક્સ સિસ્ટમ પસંદ કરનારાઓ માટે ટેક્સ મુક્તિ મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા કરવામાં આવી છે.
તેવી જ રીતે, જૂની સિસ્ટમ હેઠળ ટેક્સ ચૂકવનારાઓ માટે મુક્તિ મર્યાદા 5 લાખ રૂપિયા રાખવામાં આવી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ, ટેક્સ સ્લેબને રૂ. 2.5-2.5 લાખથી બદલીને રૂ. 3-3 લાખ કરવામાં આવ્યા હતા. જેમાં 3 લાખ રૂપિયા એટલે કે 3થી 6 લાખ રૂપિયા પછીની આવક પર 5 ટકા ઇન્કમ ટેક્સ ભરવો પડશે. 6થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા ઇન્કમટેક્સ અને 9થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા ઇન્કમટેક્સ વસૂલવામાં આવશે. કરદાતાઓએ 12થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા ઇન્કમ ટેક્સ ચૂકવવો પડશ અને રૂ. 15 લાખથી વધુની આવક પર 30 ટકા આવકવેરો ચૂકવવો પડશે.
આવકવેરા સ્લેબના વર્તમાન દરો :-
જૂના આવકવેરા સ્લેબ હેઠળ દર –
શૂન્ય થી રૂ. 2,50,000 નો ટેક્સ
રૂ 2,50,001 થી રૂ 5,00,000 5%
રૂ 5,00,001 થી રૂ 10,00,000 20%
રૂ. 10,00,001 ઉપર 30%
નવા આવકવેરા સ્લેબ હેઠળ દર –
શૂન્યથી રૂ. 3,00,000નો ટેક્સ
રૂ. 3,00,001 થી રૂ. 6,00,000 5%
રૂ 6,00,001 થી રૂ 9,00,000 10%
રૂ 9,00,001 થી રૂ 12,00,000 15%
રૂ 12,00,001 થી રૂ 15,00,000 20%
રૂ. 15,00,001 ઉપર 30%
ઉલ્લેખનીય છે કે, નવી ટેક્સ પ્રણાલીમાં જુની ટેક્સ વ્યવસ્થાની જેમ રોકાણ પર છૂટની જોગવાઈ નથી. જે લોકો જીવન વીમા પોલિસી, PPF, NSC જેવી બચત યોજનાઓમાં રોકાણ કરતા નથી તેમના માટે નવી કર પ્રણાલી ખૂબ જ ફાયદાકારક છે.
આ પણ જુઓ : Budget 2024: રેવડી નહીં, રિયાલિટી? 300 યુનિટ મફત વીજળી, સાથે કમાણી પણ!