ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બજેટ 2024: પ્રથમ વખત બજેટમાં નોકરીઓ માટે મોટી જાહેરાત, જાણો સંપૂર્ણ વિગતો

  • નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે આ બજેટમાં અમે ખાસ કરીને રોજગાર, કૌશલ્ય પ્રશિક્ષણ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ

દિલ્હી, 23 જુલાઈ: નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકાર 3.0નું પ્રથમ બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં પહેલી જાહેરાત નોકરીઓ માટેની છે. બજેટ ભાષણમાં નાણામંત્રીએ કહ્યું કે આખા વર્ષ અને તેના પછીના સમયગાળાને ધ્યાનમાં રાખીને આ બજેટમાં અમે ખાસ કરીને રોજગાર, કૌશલ્ય પ્રશિક્ષણ, MSME અને મધ્યમ વર્ગ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ. મને રોજગાર, કૌશલ્ય પ્રશિક્ષણ અને અન્ય તકો પ્રદાન કરવા માટેની 5 યોજનાઓ અને પહેલોના પ્રધાનમંત્રી પેકેજની જાહેરાત કરતાં આનંદ થાય છે, જેનો 5 વર્ષના ગાળામાં 4.1 કરોડ યુવાનોને લાભ થશે. આ માટે કેન્દ્રીય ખર્ચ રૂ. 2 લાખ કરોડ સુધીનું છે.

 

વિદ્યાર્થીઓને આટલી ટકાવારીની વાર્ષિક વ્યાજ છૂટ માટે ઈ-વાઉચર આપવામાં આવશે

કેન્દ્રરીય બજેટ 2024-25 દર વર્ષે 25,000 વિદ્યાર્થીઓને મદદ કરવા માટે મોડેલ સ્કિલ લોન યોજનામાં સુધારો કરવાની દરખાસ્ત કરે છે. આ ઉપરાંત, ઘરેલું સંસ્થાઓમાં ઉચ્ચ શિક્ષણ માટે રૂ. 10 લાખ સુધીની લોન માટે દર વર્ષે 1 લાખ વિદ્યાર્થીઓને લોનની રકમના 3% વાર્ષિક વ્યાજ છૂટ માટે ઇ-વાઉચર્સ આપવામાં આવશે.

 

7મી વખત બજેટ રજૂ કરી રહ્યા છે નાણામંત્રી નિર્મલા સીતારમણ

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત સાતમી વખત સામાન્ય બજેટ રજૂ કરી રહ્યા છે. આ વખતે પણ તે વર્તમાન નાણાકીય વર્ષ 2024-25નું બજેટ પેપરલેસ ફોર્મેટમાં રજૂ કરી રહ્યા છે. આ સમય દરમિયાન તેમણે કિરમજી બોર્ડરવાળી ‘ક્રીમ’ રંગની સિલ્કની સાડી પહેરી છે. બજેટ રજૂ કરતા પહેલા તેમણે પરંપરાગત ‘બ્રિફકેસ’ લઈને અધિકારીઓની તેમની ટીમ સાથે તેમની ઓફિસની બહાર ફોટો માટે પોઝ આપ્યો હતો. ટેબ્લેટને બ્રીફકેસને બદલે સોનાના રંગના રાષ્ટ્રીય પ્રતીક સાથે લાલ કવરની અંદર મૂકવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા બાદ તેઓ સીધા સંસદ પહોંચ્યા હતા અને ત્યાર બાદ તેમણે બજેટ રજૂ કર્યું છે.

આ પણ વાંચો: કેન્દ્રીય બજેટ 2024ની 9 પ્રાથમિકતાઓ શું છે? જાણો તેના વિશે સંપૂર્ણ માહિતી

Back to top button