ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

બજેટ 2024: આજે નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત છઠ્ઠું બજેટ કરશે રજૂ

  • નાણામંત્રી નિર્મલા સીતારમણનું આજે પહેલું અંતરિમ બજેટ હશે  
  • બજેટમાં અર્થવ્યવસ્થા, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને મોટી ભેટ મળવાની આશા

બજેટ 2024, 1 ફેબ્રુઆરી: કેન્દ્ર સરકાર 2.0નું છેલ્લું બજેટ નવી સંસદમાં આજે એટલે કે સામાન્ય ચૂંટણી પહેલા ગુરુવારે રજૂ કરવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમન પોતાના કાર્યકાળનું આ છઠ્ઠું બજેટ રજૂ કરવા જશે. આ વચગાળાનું બજેટ હશે, પરંતુ સામાન્ય માણસને સરકાર પાસેથી આ મિની બજેટમાં પણ ઘણી મોટી જાહેરાતોની અપેક્ષા છે. આ બજેટમાં અર્થવ્યવસ્થા, ખેડૂતો, મહિલાઓ અને યુવાનોને મોટી ભેટ મળવાની આશા છે. બજેટ ભાષણ સવારે 11 વાગ્યાથી શરૂ થશે અને દેશનો સમગ્ર નાણાકીય હિસાબ જનતા સમક્ષ મૂકવામાં આવશે. આ પ્રસંગે તમામ સાંસદો ગૃહમાં હાજર રહેશે. બજેટના એક દિવસ પહેલા એટલે કે 31 જાન્યુઆરી 2024ના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ સંસદને સંબોધિત કરી હતી અને તેમણે કેન્દ્ર સરકારની ઉપલબ્ધિઓ ગણાવી હતી.

 

 

2019ના વચગાળાના બજેટમાં શું-શું ભેટો મળી હતી?

પરંપરા મુજબ, લેખાનુદાનમાં કોઈ મોટી નીતિની જાહેરાત કરવામાં આવતી નથી. 2019ના વચગાળાના બજેટમાં મધ્યમ વર્ગને આકર્ષવા માટે, સરકારે 5 લાખ રૂપિયા સુધીની કરપાત્ર આવકને આવકવેરામાંથી મુક્તિ આપી હતી. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ હેઠળ 12 કરોડ ખેડૂતોને 6,000 રૂપિયા રોકડ આપવાની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ વખતે વચગાળાના બજેટમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવામાં આવશે તેવી અપેક્ષા છે. મતદારોને રીઝવવાના નવા ઉપાયો પર મોટા ખર્ચના વલણનો અંત આવશે. આ ઉપરાંત, પ્રધાનમંત્રી શ્રમ યોગી માનવ-ધન યોજના સાથે જોડાયેલા 50 કરોડ કામદારોને નિવૃત્તિ પેન્શનમાં સરકારી યોગદાનની પણ દરખાસ્ત કરવામાં આવી હતી.

સંપૂર્ણ બજેટ લગભગ જુલાઈમાં આવવાની સંભાવના

વચગાળાનું બજેટ એપ્રિલથી શરૂ થતા નવા નાણાકીય વર્ષના પ્રથમ ચાર મહિના માટે કેન્દ્ર સરકારના જરૂરી ખર્ચને પહોંચી વળવા એડવાન્સ ગ્રાન્ટ માટે સંસદની મંજૂરી માંગે છે. એપ્રિલ/મેમાં સામાન્ય ચૂંટણીઓ પછી ચૂંટાયેલી નવી સરકાર કદાચ જુલાઈમાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે. આદર્શ આચારસંહિતા લાગુ થયાના થોડા અઠવાડિયા પહેલા વચગાળાનું બજેટ રજૂ કરવામાં આવે છે.

ખેડૂતો માટે મોટી જાહેરાતની અપેક્ષા

તાજેતરમાં ભાજપે ત્રણ રાજ્યોમાં જંગી જીત મેળવી છે. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર તરફથી પણ વિવિધ યોજનાઓની જાહેરાતની અપેક્ષા રાખવામાં આવી રહી છે. નિર્મલા સીતારમન જે બજેટ રજૂ કરશે તે ટેકનિકલી લેખાનુદાન છે અને લોકપ્રિય રીતે તેને વચગાળાનું બજેટ કહેવામાં આવે છે. આ વચગાળાના બજેટમાં ખેડૂતોને લઈને મોટી જાહેરાત થઈ શકે છે.

આ પણ જુઓ: હેમંત સોરનની છેવટે ED દ્વારા ધરપકડ, ઝારખંડમાં હાલ બંધારણીય કટોકટી જેવી સ્થિતિ

Back to top button