મોદી સરકાર માટે આ વર્ષનું બજેટ ખુબ જ અગત્યનું છે. કારણકે, વર્ષ 2024માં ફરી એકવાર દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે તે પહેલાં મોદી સરકારે આ બજેટમાં મોટાપાયે મતદારોને આકર્ષે તેવી સ્કીમોની જાહેરાત કરી છે. જાણો આ બજેટમાં શું સસ્તું થયું અને શું મોંઘું?
દેશના સામાન્ય બજેટની સામાન્ય નાગરીક થી લઈને ખાસ વ્યક્તિઓ સુધી દરેક રાહ જોઈ રહ્યા હતા. તેમજ દરેક વ્યક્તિઓની નજર નાણામંત્રીના ભાષણ પર કેન્દ્રિત રહી હતી. જેમાં લોકો નાણામંત્રીના દ્વારા કરવામાં આવતી જાહેરાત કે તેમના ખિસ્સાનો ઓછો થયો કે વધ્યો તેના રાહ હતી.
આ પણ વાંચો : Live : કેન્દ્રીય બજેટ-2023ની સૌથી મોટી ભેટ, 7 લાખ સુધીની આવક પર કોઈ ટેકસ નહીં
નાણા મંત્રી નિર્મલા સીતારમણ નાણાકીય વર્ષ 2023-24 માટે તેમનું બજેટ રજૂ કર્યુ છે. નાણામંત્રી તરીકે સીતારમણનું આ સતત પાંચમું બજેટ છે. આ સાથે જ આગામી 2024ની સામાન્ય ચૂંટણી પહેલા વર્તમાન મોદી સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. બજેટમાં વિવિધ ક્ષેત્રો માટે ઘણી જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ સામાન્ય માણસના ખિસ્સાનો શું બોજ વધશે અને કે તેમને રાહત અપાશે ?
નાણામંત્રીએ બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી છે કે રમકડાં પરની કસ્ટમ ડ્યુટી ઘટાડીને 13 ટકા કરી દેવામાં આવી છે. એટલે કે હવે રમકડાં સસ્તા થશે. આ સાથે ઈલેક્ટ્રોનિક વાહનોમાં વપરાતી બેટરીઓ પરથી કસ્ટમ ડ્યૂટી હટાવી દેવામાં આવી છે અને મોબાઈલ ફોનમાં વપરાતી લિથિયમ બેટરી પરની કસ્ટમ ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને આ બેટરીઓ પણ સસ્તી થશે.
આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : ખેડૂતોને શું થયો ફાયદો અને શું કરી મહત્વની જાહેરાત ?
આ સિવાય ટેલિવિઝન પેનલ પરની આયાત ડ્યૂટી ઘટાડીને 2.5 ટકા કરવામાં આવી છે અને ઇલેક્ટ્રિક કિચન ચીમની પરની આયાત ડ્યૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો છે. નાણામંત્રીની દ્વારા કરવામાં આવેલ જાહેરાત મુજબ સ્વદેશી રસોડાની ચીમની સસ્તી થશે. કેટલાક મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રિક વાહનો સસ્તા થશે. વિદેશથી આવતી ચાંદીની વસ્તુઓ સસ્તી થશે. તા સાથે જ એલઇડી ટીવી અને બાયોગેસ સંબંધિત વસ્તુઓ પણ સસ્તી થશે.
સાથે જ કેટલીક વસ્તુઓ મોંઘી પણ કરવામાં આવી છે. તેમાં સિગારેટ પર ડિઝાસ્ટર સંબંધિત ડ્યુટી વધારી દેવામાં આવી છે. નાણામંત્રીએ આગળ જણાવ્યુ છે કે, સિગારેટ પર આકસ્મિક ડ્યુટી 16 ટકા વધારી દેવામાં આવી છે. આ પછી સિગારેટ મોંઘી થઈ ગઈ છે. આ સિવાય સોના, ચાંદી અને પ્લેટિનમથી બનેલી આયાતી જ્વેલરી પણ મોંઘી થઈ ગઈ છે.
બજેટની રજૂઆત પહેલા જ એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે 2024માં આવનારી લોકસભાની ચૂંટણી પહેલા કેન્દ્ર સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ લોકપ્રિય બનશે. એક તરફ જ્યાં ટેક્સ સ્લેબમાં ફેરફારના સંકેત દેખાઈ રહ્યા હતા, તો બીજી તરફ ખેડૂતોથી લઈને શેરી વિક્રેતાઓ અને મજૂરો સુધીના દરેક ક્ષેત્રના લોકોને બજેટમાં રાહત મળવાની આશા હતી.