ટોપ ન્યૂઝબજેટ-2023

Budget-2023: તમારે કઈ ઈન્કમ માટે ભરવાનો રહેશે ટેક્સ સમજો સરળ શબ્દોમાં

Text To Speech

બજેટમાં સૌથી મોટી ચર્ચા થઈ રહી હતી તે ઈન્કમ ટેક્સમાં રાહત આપવામાં આવી છે. લગભગ 9 વર્ષ પછી બજેટની અંદર ઈન્કમ ટેક્સના સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં અગાઉ જે મર્યાદા રૂ. 5 લાખ સુધીની હતી તેને વધારીને રૂ. 5 લાખ કરવામાં આવી છે. જેની સાથે જ નાણામંત્રી નિર્મલા સીતારમણે નવી કર વ્યવસ્થા હેઠળ કરદાતાઓને મોટી રાહત આપી છે. નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ કર મુક્તિ મર્યાદા 2.50 લાખ રૂપિયાથી વધારીને ત્રણ લાખ રૂપિયા કરવામાં આવી છે.

શું કરવામાં આવ્યો છે ફેરફાર

આવકવેરામાં છૂટની મર્યાદા 5 લાખ રૂપિયાથી વધારીને 7 લાખ રૂપિયા કરવામાં આવી છે, જેનો અર્થ છે કે સરકાર 7 લાખ રૂપિયા સુધીની આવક પર કર માફ કરશે. જોકે, આ રાહત નવી ટેક્સ સિસ્ટમ હેઠળ જ છે. જૂની ટેક્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેમાં અત્યાર સુધીન મર્યાદા 2.5 લાખ રૂપિયાથી વધારીને 3 લાખ રૂપિયા અને ટેક્સ રિબેટ મર્યાદા 7 લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે. જૂની ટેક્સ સિસ્ટમને ડિફોલ્ટમાંથી દૂર કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય ટેક્સ સ્લેબની સંખ્યા 6 થી ઘટાડીને 5 કરવામાં આવી છે.

આ પણ વાંચો : કેન્દ્રીય બજેટ-2023 : ખેડૂતોને શું થયો ફાયદો અને શું કરી મહત્વની જાહેરાત ?

આ પ્રમાણો જો જોવામાં આવે તો નવી આવકવેરા વ્યવસ્થા હેઠળ 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.

  • 3 થી 6 લાખ રૂપિયાની આવક પર 5% ટેક્સ ચૂકવવો પડશે.
  • 6 થી 9 લાખ રૂપિયાની આવક પર 10 ટકા,
  • 9 થી 12 લાખ રૂપિયાની આવક પર 15 ટકા,
  • 12 થી 15 લાખ રૂપિયાની આવક પર 20 ટકા
  • 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ટેક્સ

એટલું જ નહીં સિનિયર સિટીઝન એકાઉન્ટ સ્કીમની મર્યાદા 4.5 લાખથી વધારીને 9 લાખ કરવામાં આવશે. એટલે કે વરિષ્ઠ નાગરિકો આ સ્કીમમાં વધુમાં વધુ 4.5 લાખ રૂપિયાના બદલે 9 લાખ રૂપિયા સુધી જમા કરાવી શકશે. સંયુક્ત ખાતામાં મહત્તમ જમા રકમ વધારીને 15 લાખ રૂપિયા કરવામાં આવી છે.

આ પણ વાંચો : Live : કેન્દ્રીય બજેટ-2023ની સૌથી મોટી ભેટ, 7 લાખ સુધીની આવક પર કોઈ ટેકસ નહીં

હાલમાં શું છે ટેક્સ સ્લેબ

ઇનકમ ટેક્સ વ્યવસ્થામાં 2.50 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં. 2.50 થી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ લાગે છે, જેમાં 87A હેઠળ રિબેટની જોગવાઈ છે. 5 થી 7.50 લાખની આવક પર 10 ટકા, 7.50 થી 10 લાખની આવક પર 15 ટકા, 10 થી 12.50 લાખની આવક પર 20 ટકા, 12.5 થી 15 લાખ અને 15 લાખથી વધુની આવક પર 25 ટકા. આવક પર 30% ટેક્સ ચૂકવવો પડશે.

Back to top button