ગુજરાતટોપ ન્યૂઝબજેટ-2023

બજેટ-2023 : મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ ₹6064 કરોડની જોગવાઇ

“સશક્ત સમાજના નિર્માણ માટે સશકત મહિલા”ના મંત્રને વરેલી અમારી સરકાર મહિલાઓની ગરિમા, સુરક્ષા અને સમૃદ્ધિ માટે કટિબદ્ધ છે. અમારી સરકારોના પ્રયત્નોથી બેટી બચાવો જન અભિયાનને સફળતા હાંસલ થયેલ છે. જન્મ સમયનો પ્રતિ હજાર પુરૂષોએ સ્ત્રીઓનો જન્મદર વર્ષ 2001માં 802 હતો જે વર્ષ ૨૦૨૦માં વધીને 965 નોંધાયો છે. બાળકોના આરોગ્ય, પોષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણની કાળજી લઇ ભવિષ્યની પેઢીના નિર્માણ દ્વારા વિકસિત ગુજરાતનો સંકલ્પ અમારી સરકારે કર્યો છે.

મહિલા અને બાળ વિકાસ-humdekhengenews
• વિધવા બહેનોને આર્થિક રીતે મદદ કરી તેમને સામાજિક સુરક્ષા પૂરી પાડવા માટે ગંગા સ્વરૂપા યોજના અંતર્ગત આર્થિક સહાય આપવામાં આવે છે. આ યોજનામાં કોઇપણ પાત્રતા ધરાવતી બહેન સહાયથી વંચિત ન રહે તે માટે સેચ્યુરેશન એપ્રોચથી કામગીરી હાથ ધરવામાં આવી રહેલ છે. આ યોજના માટે 1897 કરોડની જોગવાઈ
• પૂરક પોષણ યોજના અંતર્ગત 3 થી 6 વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તથા બાળકો, કિશોરીઓ અને સગર્ભા-ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા માટે 1452 કરોડની જોગવાઈ
• માતા યશોદા તરીકે ફરજ બજાવનાર આંગણવાડીની બહેનોના માનદવેતન અને અન્ય સવલતો માટે 754 કરોડની જોગવાઇ
• 15 થી 18 વર્ષની કિશોરીઓ માટે પૂર્ણા યોજના અંતર્ગત પોષક આહાર પુરો પાડવા માટે 399 કરોડની જોગવાઇ
• આદિજાતિ અને વિકાસશીલ તાલુકાઓમાં દૂધ સંજીવની યોજના હેઠળ અંદાજિત 13 લાખ બાળકો, સગર્ભા અને ધાત્રી માતાઓને પેશ્ચ્યુરાઇઝ્ડ ફ્લેવર્ડ દૂધ આપવા માટે 126 કરોડની જોગવાઇ
• મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના (MMY) હેઠળ સગર્ભામાતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી 2 કિલો ચણા, 1 કિલો તુવેરદાળ અને 1 લિટર સીંગતેલ આપવામાં આવે છે. જેના માટે 214 કરોડની જોગવાઇ
• આદિજાતિ વિસ્તારમાં સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણને સુદ્રઢ કરવા પોષણ સુધા યોજના અમલી કરી છે. જે માટે 133 કરોડની જોગવાઇ
• આંગણવાડી કેન્દ્રોના નિર્માણ, અપગ્રેડેશન અને સુવિધાઓ વધારવા માટે 268 કરોડની જોગવાઇ
• વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે 150 કરોડની જોગવાઈ
• બાળકોને આંગણવાડીમાં ગુણવત્તાપૂર્ણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળી રહે તે માટે જરૂરી સાધન-સામગ્રી ઉપલબ્ધ કરાવવા તેમજ ડિજિટલ લર્નિંગ મટિરીયલ પૂરું પાડવા 4 કરોડની જોગવાઇ.

આ પણ વાંચો : ગુજરાત બજેટ : બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે કુલ ₹3514 કરોડની જોગવાઇ

Back to top button