બજેટ-2023

બજેટ 2023 : DigiLocker નો ઉપયોગ કરતાં લોકો માટે નવી સુવિધા, જાણીને તમે પણ થશો ખુશ

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે વર્ષ 2023 -24 માટે આજે લોકસભામાં પોતાના કાર્યકાળનું પાંચમું બજેટ રજુ કર્યું. જેમાં તેમણે ડિજિટલાઈઝેશનના મહત્વ પર ભાર મૂક્યો હતો. આગામી દિવસોમાં લોકો મોબાઈલ એપ દ્વારા DigiLockerની મદદથી ઓળખ અને સરનામું અપડેટ કરી શકશે.

આ પણ વાંચો : બજેટ-2023 : રેલવેના આધુનિકરણ માટે બજેટમાં શું કરવામાં આવી ફાળવણી ?

ડિજીલોકર અને આધારનો ઉપયોગ

નાણામંત્રીએ જણાવ્યુ છે કે, ટુંક સમયમાં તમે ડિજીલોકર દ્વારા સરનામું અને ઓળખ પ્રમાણ સરળતાથી અપડેટ કરી શકશો. ડિજીલોકર અને આધારનો ઉપયોગ KYCની જરૂરિયાતોને લગતા વન-સ્ટોપ સમાધાન રૂપે કરી શકાશે.

કેન્દ્રીય બજેટ 2023 -  Humdekhengenews

લોકો પોતે જ પોતાના ડોક્યુમેન્ટમાં ફેરફાર કરી શકશે

બજેટમાં કહેવાયું કે, ડિજીલોકર હવે વન-સ્ટોપ KYC મેઈન્ટેનન્સ સિસ્ટમ હશે. આ નવી સિસ્ટમ હેઠળ લોકો પોતે જ તેમના ડોક્યુમેન્ટમાં ફેરફાર કરી શકશે અને આ ફેરફાર ડિજીલોકર સાથે જોડાયેલા તમારા તમામ ડોક્યુમેન્ટમાં જોવા મળી શકશે. આ નવી સિસ્ટમનો વન-સ્ટેપ સમાધાન રૂપે ઉપયોગ થઈ શકશે. નિર્મલા સીતારામણે બજેટ ભાષણ દરમિયાન કહ્યું કે, વિવિધ સરકારી એજન્સીઓ, નિયમનકારો અને નિયમનકારી સંસ્થાઓ દ્વારા વ્યક્તિને ઓળખવા અને તેના સરનામાંના મેળ માટે ઉભી કરાયેલી સુવિધા તેમજ તે વ્યક્તિની ઓળખ અને સરનામાં અંગેની કોઈ સૂચનાનું અપડેટ માટેનું સમાધાન એકમાત્ર ડિજીલોકર જ હશે.

ડિજીલોકરનો ઉપયોગ

ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી હેઠળ ડિજિલોકર સર્વિસની મદદથી આપણે પોતાને માટે અગત્યનાં સર્ટિફિકેટ્સ ડિજિટલ સ્વરૂપે સાચવી શકીએ છીએ. વિવિધ સરકારી કે બિનસરકારી સંસ્થા તરફથી ઇસ્યૂ થતા સર્ટિફિકેટ્સ ડિજિલોકરમાં સ્ટોર કરીએ તો તે આઇટી એક્ટ મુજબ કાયદેસરની માન્યતા ધરાવે છે. એટલે કે કોઈ જગ્યાએ આપણી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ કે આધાર કાર્ડની હાર્ડ કોપી માગવામાં આવે તો તે તેને બદલે આપણે જે તે સંસ્થા તરફથી ડિજિલોકરમાં ઇસ્યૂ થયેલ તેની ડિજિટલ કોપી બતાવી શકીએ છીએ.

કેન્દ્રીય બજેટ 2023 -  Humdekhengenews

ડેડા શેર અને સ્ટોર કરો

ડિજિલોકરમાં હવે વધુ ને વધુ વિવિધ સરકારી અને બિનસરકારી સંસ્થાઓનું જોડાણ થઈ રહ્યું છે. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશનનું પણ ડિજિલોકર સાથે ઇન્ટિગ્રેશન થઈ ગયું છે. આ કારણે હવે આપણા કોવિડ ઉપરાંત અન્ય પ્રકારના વેક્સિનેશન રેકોર્ડ, ડોક્ટર્સનાં પ્રિસ્ક્રિપ્શન્સ, લેબોરેટરી રિપોર્ટ્સ, હોસ્પિટલની ડિસ્ચાર્જ સમરી વગેરે વિગતો ડિજિલોકરમાં સ્ટોર કરી શકાશે. આયુષ્યમાન ભારત ડિજિટલ મિશન હેઠળ વિવિધ પ્રકારની આરોગ્ય સેવાને એકમેબીજા સાથે સાંકળવામાં આવી રહી છે. વિવિધ હોસ્પિટલ્સ, ડોક્ટર્સ, લેબોરેટરીઝ વગેરે આ મિશન સાથે સંકળાય તે પછી તેમના રિપોર્ટ્સ ડિજિટલ સ્વરૂપે સહેલાઈથી સ્ટોર અને શેર કરી શકાય છે.

ડિજિલોકર એકાઉન્ટમાં નોમિની ઉમેરવું પણ સરળ

  • તમારા સ્માર્ટફોનમાં ડિજિલોકર એપ ઇન્સ્ટોલ કરો અથવા કમ્પ્યૂટરમાં https://www.digilocker.gov.in/ યુઆરએલ પર જાઓ.
  • હવે મેનૂ પર ક્લિક કરો. તેમાં નોમિનીનો વિકલ્પ પસંદ કરો.
  • અહીં આપણને કહેવામાં આવશે કે ભવિષ્યમાં આપણી નોમિની વ્યક્તિ આપણું ડિજિલોકર એકાઉન્ટ એક્સેસ કરી શકે છે. હવે એડ નોમિની પર ક્લિક કરો.
  • નોમિની સાથેનો સંબંધ, નામ, આધાર, જન્મ તારીખ વગેરે વિગતો સબમિટ કરો.
  • આપણા એકાઉન્ટમાં આ ફેરફારની ખાતરી માટે આપણા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક ઓટીપી આવશે તે આપો.
  • આપણા એકાઉન્ટમાં નોમિની ઉમેરાઈ જશે.
Back to top button