બજેટ-2023

બજેટ-2023 : નાણામંત્રી બજેટમાં ઉપયોગ કરશે આ શબ્દો, તમે તેનો અર્થ જાણી લો

બજેટ રજૂ થવાને હવે ગણતરીની સેંકડો જ બાકી રહી છે. ત્યારે આ બજેટમાં કેટલાક એવા શબ્દોનો ઉપયોગ કરવામા આવે છે. જે સામાન્ય માણસને સમજવું મુશ્કેલ બની જતું હોય છે. દર વર્ષે રજૂ થતા આ બજેટમાં નાણાંમંત્રી ઘણા એવા શબ્દોનો ઉપયોગ કરે છે. જે સામાન્ય લોકોને સમજવામાં અઘરા બની જતા હોય છે. અમે તમને બજેટમાં આવતા આવા અઘરા અને મુશ્કેલ શબ્દો વિશે જણાવીશું, જેના પછી બજેટ તમારા માટે સમજવું વધુ સરળ થઈ જશે.

Fiscal-Revenue Deficit

દરેક નાણામંત્રી પોતાના બજેટ ભાષણમાં કેપિટલ એક્સપેન્ડિચર, ફિસ્કલ ડેફિસિટ, રેવન્યૂ રિસિપ્ટ જેવા અનેક મુશ્કેલ શબ્દોનો ઉપયોગ કરતા રહ્યા છે. ફિસ્કલ ડેફિસિટનો મતલબ થાય છે કે રાજકોશિય નુકશાન. એટલેકે નાણામંત્રી તેમના ભાષણમાં ત્યારે ઉપયોગ કરે છે. જ્યારે તેસરકારની કમાણી ખર્ચ કરતા ઓછી થઈ હોય. તેમજ રેવન્યૂ ડેફિસિટ એટલે કે સરકારની કમાણી નક્કી કરેલા લક્ષ્ય પ્રમાણે નથી. જ્યારે Trade Deficit નો મતલબ વ્યાપરમાં નુકશાન થાય છે.

Disinvestment

બજેટમાં ડિસઇન્વેસ્ટમેન્ટનો ઉલ્લેખ તમે ઘણી વખત સાંભળ્યો હશે. જ્યારે સરકાર સરકારી કંપનીઓનો હિસ્સો વેચે છે, ત્યારે તેના માટે આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે જ સરકારે નાણાંકીય વર્ષમાં જે કમાણી કરી અને ખર્ચ કર્યો તેને બજેટ એસ્ટિમેટ કહેવામાં આવે છે.

Blue Sheet

બજેટ સાથે જોડાયેલા મહત્વના દસ્તાવેજો અને તેને લગતા મહત્વના ડેટાની બ્લુ સિક્રેટ શીટ છે. આને બ્લુ શીટ કહેવામાં આવે છે. આ ગુપ્ત દસ્તાવેજને બજેટ પ્રક્રિયાની કરોડરજ્જુ તરીકે પણ સંબોધવામાં આવે છે. આ ઉપરાંત ડાયરેક્ટ ટેક્સ તને કહેવામાં આવે છે. જે સરકાર તમારી પાસેથી ઉઘરાવે છે

કેન્દ્રિય બજેટ-humdekhengenews

રાષ્ટ્રીય દેવું

કેન્દ્ર સરકારની તિજોરીમાં સામેલ કુલદેવાને રાષ્ટ્રીય દેવું કહે છે. બજેટની ખાદ્યને પૂર્ણ કરવા માટે સરકાર આવા પ્રકારનો ઉધાર લેતી હોય છે.

Zero Budget 

ઝીરો બજેટમાં પાછલા નાણાકીય વર્ષના ખર્ચા અને બાકીનું બેલેન્સ આગળ વધારવામાં આવતું નથી. જો કોઈ યોજના હેઠળ સરકારે સાંસદોને કરોડો રૂપિયા ફાળવ્યા છે અને તેનો માત્ર એક ભાગ જ ખર્ચ કરવામાં આવ્યો છે, તો બાકીના પૈસા તેમના પર ખર્ચ કરવામાં આવશે.

ફાઇનાન્સ બિલ

સરકાર તેની કમાણીની વિગતો ફાઇનાન્સ બિલ દ્વારા રજૂ કરે છે, જ્યારે વિનિયોગ બિલ તેની સમક્ષ મૂકવામાં આવે છે. કેન્દ્રીય બજેટને રજૂ કર્યા બાદ તરત જ જે બીલ પાસ કરવામાં આ તેને નાણાકીય વિધેયક કહે છે. બજેટમાં નવા ટેક્સ, ટેક્સમાં ફેરફાર, સુધારા-વધારા જેવી જોગવાઈનો સમાવેશ કરવામાં આવ્યો હોય છે.

ડાયરેક્ટ ઈનડાયરેક્ટ ટેક્સ

બજેટમાં લોકોને સૌથી વધારે જેની રાહ જોતા જોતા હોય છે. કોઈ પણ વ્યક્તિ અથવા સંસ્થાની આવક પર જે ટેક્સ લાગૂ કરવામાં આવે છે તેને ડાયરેક્ટ ટેક્સ કહે છે. આમાં ઈન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ અને ઈનહેરિટેન્સ ટેક્સ સામેલ છે. જ્યારે ઈનડાયરેક્ટ ટેક્સ એટલે કે એવા ટેક્સ જે વપરાશકર્તાઓ સીધા જમા નહીં કરાવતા હોય પણ સામાન અને સેવા માટે આ ટેક્સની વસુલાત કરવામાં આવે છે,

Consolidated Fund

સરકાર ઉધાર કે સરકારી લોન પર જે પણ કમાણી કરે છે, તેને કોન્સોલિડેટેડ ફંડ કહેવામાં આવે છે અને તેનો ઉપયોગ દેશમાં સરકાર કરે છે. જો કે આ ફંડમાંથી પૈસા ઉપાડવા માટે સરકારે સંસદમાંથી મંજૂરી લેવી પડે છે. બજેટ ભાષણમાં સરકાર દ્વારા અન્ય એક ફંડની ચર્ચા કરવામાં આવે છે. તેને કન્ટિન્જન્સી ફંડ કહે છે. કટોકટીમાં સરકાર જે ભંડોળમાંથી નાણાં ઉપાડે છે તેને આકસ્મિક ભંડોળ કહેવામાં આવે છે.

આ પણ વાંચો : બજેટની ગણતરીની મિનિટો પહેલા ગેસ કંપનીએ જાહેર કર્યા રાંધણ ગેસના નવા ભાવ, જાણો શું ફેરફાર કરાયા

Back to top button