1 ફેબ્રુઆરીના રોજ સવારે 11 વાગ્યે નાણામંત્રી નિર્મલા સીતારમણ દેશનું બજેટ રજુ કરશે. ત્યારે શું તમને ખબર છે પહેલાં બજેટ સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતું હતું. એટલું જ નહીં આ પ્રક્રિયા દેશ આઝાદ થયો પછી 1999 સુધી ચાલી રહી હતી. આ સમગ્ર ઘટના શું છે તે જાણીએ.
આ પણ વાંચો : Budget-2023 : કેવી રીતે બજેટ શબ્દ અસતિત્વમાં આવ્યો ? અને શું છે લાલબેગનું મહત્વ ?
શા માટે બજેટ સાંજે 5 વાગ્યે રજૂ કરવામાં આવતુ હતું?
આઝાદી પહેલાથી જ ભારતમાં સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરવાની પરંપરા ચાલી રહી હતી. સાંજે 5 કલાકે એટલા માટે બજેટ રજૂ કરવામાં આવતું હતુ. કારણ કે ત્યારે બ્રિટનમાં દિવસ રહેતો હતો અને તે સમયે ભારતમાં બ્રિટીશરોનું રાજ ચાલતું હતુ. અંગ્રેજોએ તેમની સગડવતા અનુસાર આ પરંપરા શરૂ કરી હતી. પરંતુ આઝાદી મળ્યા બાદ પણ ભારતમાં આ પરંપરા ચાલુ રહી અને તેના પર કોઈએ ધ્યાન આપ્યું નહીં. ભારતમાં અંગ્રેજોના સમયથી ચાલી રહેલી આ પરંપરા આઝાદીના 50 વર્ષ બાદ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના શાસનકાળમાં તૂટી હતી.
વર્ષ 1999માં જ્યારે તત્કાલિન નાણામંત્રી યશવંત સિન્હાએ બજેટ તૈયાર કરવાનું શરૂ કર્યું ત્યારે તેમનું ધ્યાન સંસદમાં બજેટ રજૂ કરવાના સમય ઉપર ગયું. વર્ષ 1991માં બજેટ રજૂ કરી ચૂકેલા યશવંત સિન્હાને શરૂઆતથી જ સાંજે 5 વાગ્યે બજેટ રજૂ કરવાનો વિચાર પસંદ ન હતો. તેમણે નાણા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરી, જેમાં નાણાં સચિવ વિજય કેલકર ડી સ્વરૂપનો સમાવેશ થાય છે, જેમણે તમામ બજેટ તૈયાર થતા જોયા હતા.
આ પણ વાંચો : Budget-2023 : બજેટ રજુ કરવા પહેલાં કેમ હલવો વહેંચવામાં આવે છે ?
દેશમાં પ્રથમવાર હિન્દીમાં બજેટ ક્યારે રજુ કરવામાં આવ્યું ?
દેશમાં સૌ પહેલા વર્ષ 1955-56માં પ્રથમ વખત હિંદીમાં બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આની પહેલા બજેટ ફક્ત અંગ્રેજીમાં લખવામાં આવતું હતું અને અંગ્રેજીમાં જ રજૂ કરવામાં આવતું હતું. બજેટની હિંદીમાં લાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે તેને સામાન્ય માણસ પણ સરળતાથી સમજી શકે. આ સિવાય હિંદીમાં બજેટ લાવવાનો બીજો એક આશય હતો કે દેશની વાત દેશની ભાષામાં રજૂ કરવામાં આવે. આથી 1955-56 બાદ સતત બજેટ ભાષણ હિંદી અને અંગ્રેજી બંને ભાષામાં તૈયાર થતું આવ્યું છે. એ વાત અલગ છે કે દેશના નાણાંમંત્રી પોતાની સુવિધા મુજબ બજેટનું ભાષણ હિંદી અથવા અંગ્રેજીમાં વાંચન કરે છે.