CR પાટીલ સાથે BTP ના મહેશ વસાવાની મુલાકાત, ભાજપમાં જોડાશે !!


- લોકસભા ચૂંટણીમાં નવાજુની થવાના એંધાણ
- ભરૂચ લોકસભા બેઠકને થશે અસર
ગાંધીનગર, 1 માર્ચ : ભારતીય જનતા પાર્ટીના ગુજરાત રાજ્યના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સાથે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના વડા છોટુ વસાવાએ ટીમ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. તો બીજી તરફ છોટુ વસાવા ટૂંક સમયમાં જાહેર સંમેલન કરીને ભાજપમાં જોડાશે તો બીજી તરફ રાજકીય ચર્ચાએ જોર પકડયું છે કે, મહેશ વસાવાની સાથે તેમની પાર્ટીના કાર્યક્રતાઓ પણ ભાજપનો ખેસ ધારણ કરશે. ત્યારબાદ તેઓને લગભગ ભરૂચ બેઠક ઉપર ભાજપ ઉતારે તેવી શકયતા સેવાઇ રહી છે.
કોણ છે છોટું વસાવા ?
ગુજરાતના આદિવાસી મતદારોના પટ્ટામાં ભાજપ અને કૉંગ્રેસના નેતાઓની ચૂંટણીમાં હારજીત થતી રહે છે, પરંતુ દબંગ નેતા તરીકે ઓળખાતા આદિવાસી આગેવાન છોટુ વસાવા 1990થી સતત ચૂંટણી જીતતા આવ્યા છે. ગુજરાતના આદિવાસી મતદારો અને સમર્થકોમાં ‘દાદા’ તરીકે ઓળખાતા છોટુ વસાવાએ રાજકારણના આટાપાટા તેમના પિતા અને સસરા પાસેથી શીખ્યા છે.
નર્મદામાં ભાજપની સેન્સ
લોકસભાની ચૂંટણી માટે ભાજપા દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. જેમાં વર્તમાન સાંસદ મનસુખ વસાવા સહિત એક સીટીંગ MLA, 4 પૂર્વ ધારાસભ્ય સાથે બંને જિલ્લાના સંગઠનના બે હોદ્દેદારોએ પણ BJP ની ટીકીટ પર ચૂંટણી લડવા પ્રબળ ઈચ્છા પ્રગટ કરી છે.લોકસભાની ચૂંટણી માટે ભાજપા તરફથી કોણ ઉમેદવાર હોઈ શકે તે માટે આજે ભરૂચ લોકસભા મધ્યસ્થ કાર્યાલય ખાતે નિરીક્ષકો મંત્રી ભીખુસિંહ પરમાર, અસ્મિતા સિરોયા અને પ્રશાંત કોરાટ દ્વારા સેન્સ લેવામાં આવ્યા હતા.
કોણે – કોણે દાવેદારી નોંધાવી ?
સેન્સ પ્રક્રિયામાં ભરૂચ અને નર્મદા જિલ્લામાં સંગઠનના હોદેદારો, ચૂંટાયેલા સભ્યો તેમજ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. BJP નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયામાં પ્રવર્તમાન સાંસદ મનસુખ વસાવા, નાંદોદના વર્તમાન ધારાસભ્ય ડો. દર્શના દેશમુખ, બન્ને જિલ્લાના પૂર્વ ધારાસભ્યો દુષ્યંત પટેલ, મોતીસિંહ વસાવા, હર્ષદ વસાવા, શબ્દશરણ તડવીએ પણ દાવેદારી નોંધાવી હોવાની વિગતો બહાર આવી રહી છે.