ગુજરાતચૂંટણી 2022ટોપ ન્યૂઝ

પિતા પુત્ર એક થયા : મહેશ વસાવાએ ઉમેદવારી પાછી ખેંચી

Text To Speech

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ખરા ખરીનો જંગ જોવા મળી રહ્યો છે. ક્યાંક પિતા પુત્ર તો ક્યાંક નણંદ ભાભી આમને સામને આવી ગયા છે. ત્યારે આ વખતની ચૂંટણીમાં BTP અધ્યક્ષ મહેશ વસાવા તેમના પિતા છોટુ વસાવાની વિરુદ્ધમાં જ મોરચો ખોલ્યો હતો. અને છોટુ વસાવાની જ બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હતો. જે બાદ આજે મહેશ વસાવાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે અને તેમના પિતાને સમર્થન જાહેર કર્યુ છે.

અધ્યક્ષ મહેશ વસાવા ઉમેદવારી પાછી ખેંચી 

આ વખતની ચૂંટણીમાં ભારે રસાકસી જોવા મળી રહી છે. ત્યારે BTP અધ્યક્ષ મહેશ વસાવા તેમના પિતા છોટુ વસાવાની ઝઘડિયા બેઠક પરથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો જે બાદ પિતા પુત્રમાં અંદરો અંદર વિખવાદ થતા છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. જે પાર્ટી છોટુ વસાવાએ સ્થાપી અને તેમના પુત્રને તે પાર્ટીનો અધ્યક્ષ બનાવ્યો તે જ પુત્રએ પિતાને ટિકિટ ના આપી પોતે જાતે લડવાનો નિર્ણય લીધો. જે બાદ પિતા પુત્રમાં તિરાડ પડી ગઈ હતી.

આ પણ વાંચો;અલ્પેશ ઠાકોરે ગાંધીનગર દક્ષિણ બેઠક પરથી નોંધાવી ઉમેદવારી, કોંગ્રેસ પર સાધ્યું નિશાન

જ પિતાની ટિકિટ કાપી ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી

ઝઘડિયા ખાતે છોટુ વસાવા છેલ્લા 7 વર્ષથી આ બેઠક પર ધારાસભ્ય રહી ચૂક્યા છે, ત્યારે રાજકારણમાં ઉતરતા જ કોઈ કોઈનુ સગુ થતુ નથી. તેવામાં હવે પોતાના પિતાની વિરુદ્ધમાં જ મોરચો ખોલીને બેઠેલા મહેશ વસાવાએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. અને તેમના પિતાને સમર્થન જાહેર કર્યુ છે.

Back to top button