ટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયાયુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

BSNL ટૂંક સમયમાં શરુ કરશે 5G સેવા, કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ 5G નેટવર્કથી કર્યો વીડિયો કોલ

  • BSNLની 5G સેવા થઈ શકે છે ટૂંક સમયમાં શરૂ
  • સરકારી ટેલિકોમ કંપની ટૂંક સમયમાં તેની કોમર્શિયલ ટ્રાયલ શરૂ કરી શકે છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ BSNLના 5G નેટવર્ક દ્વારા વીડિયો કોલ કરવાનો વીડિયો શેર કર્યો છે

દિલ્હી, 02 ઓગસ્ટ: BSNL 5G સેવા શરુ થવામાં હવે ઘણો સમય રાહ નહીં જોવી પડે. સરકારી ટેલિકોમ કંપની ટૂંક સમયમાં દેશભરમાં 5G સેવાનું પરીક્ષણ કરવા જઈ રહી છે. જ્યાં એક તરફ કંપની દેશભરમાં પોતાની 4G સેવા શરૂ કરી રહી છે, તો બીજી તરફ કંપનીએ 5G માટેની પણ તૈયારીઓ કરી લીધી છે. કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ BSNLના 5G નેટવર્કનો ઉપયોગ કરીને વીડિયો કોલ કરતા તેનો વીડિયો શેર કર્યો છે. આ પહેલા પણ સરકારે BSNLને પુનર્જીવિત કરવા માટે ગયા મહિને રજૂ કરેલા બજેટમાં સરકારી ટેલિકોમ કંપની માટે 80 હજાર કરોડ રૂપિયાથી વધુનું ભંડોળ ફાળવ્યું છે.

5G લોન્ચ કરવાની તૈયારી

ખાનગી ટેલિકોમ કંપનીઓએ તેમના મોબાઈલ ટેરિફમાં વધારો કર્યો ત્યારથી BSNL ચર્ચામાં છે. છેલ્લા એક મહિનામાં લાખો યુઝર્સે તેમના નંબર BSNL પર પોર્ટ કર્યા છે. સરકારી ટેલિકોમ કંપની હાલમાં 2G અને 4G સેવાઓ આપી રહી છે. જો કે, કંપનીએ અત્યાર સુધી સત્તાવાર રીતે માત્ર કેટલાક ટેલિકોમ સર્કલમાં 4G સેવા શરૂ કરી છે. મોટાભાગના BSNL યુઝર્સ નેટવર્ક કનેક્ટિવિટી અંગે ફરિયાદ કરે છે, જેના કારણે 85 ટકાથી વધુ યુઝર્સ ખાનગી ટેલિકોમ કંપનીના નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે.

આ પણ વાંચો: BSNLનો સૌથી સસ્તો પ્લાન: 200 રૂપિયામાં મળે છે આ જોરદાર ઓફર, જાણો વિગત

કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેઓ વીડિયો કોલ કરતા જોવા મળી રહ્યા છે. આ પોસ્ટમાં, કેન્દ્રીય મંત્રીએ BSNL 5G સક્ષમ કોલ ટ્રાયલ કરવાની વાત કરી છે અને BSNLને ટેગ કર્યું છે. BSNLની 5G સેવાની આ ટ્રાયલ C-DoT કેમ્પસમાં કરવામાં આવી છે.

અહીં જૂઓ વીડિયો:

 

ટ્રાયલ માટે મળી ઓફર

તાજેતરના અહેવાલ મુજબ, BSNLની 5G સેવાને ટ્રાયલ કરવા માટે ઘણી કંપનીઓ તરફથી દરખાસ્તો મળી છે, જેમાં Tata Consultancy Service, Lekha Wireless, Suktha Consulting, Coral Telecom, Amantya Technologies, Velmoney, W4S Labs, VVDN , Galore Networks, India RN Consortium વગેરેનો સમાવેશ થાય છે. જો કે હજુ સુધી કોઈ પણ કંપનીને ટ્રાયલ કરવાની ઓફર નથી કરી.

BSNLની 5G સેવાની ટ્રાયલ ટેલિકોમ્યુનિકેશન વિભાગની એજન્સી C-DoTના કેમ્પસમાં કરવામાં આવી રહી છે. કેન્દ્ર સરકારે 5G સેવા શરૂ કરવા માટે BSNLને 700MHz, 2200MHz, 3300MHz અને 26GHz સ્પેક્ટ્રમ બેન્ડ ફાળવ્યા છે. હાલમાં BSNL 700MHz સ્પેક્ટ્રમ બેન્ડ પર 5G સેવાનો ટ્રાયલ કરી રહી છે.

આ પણ વાંચો: શું તમારી કાર પણ તમારો વ્યક્તિગત ડેટા વેચી રહી છે? આ કંપનીની કાર છે શંકાના દાયરામાં

Back to top button