ખાલી 5 રુપિયામાં દરરોજ અનલિમિટેડ ડેટા વાપરી શકશો, BSNLએ ગ્રાહકોને મોજ કરાવી દીધી


નવી દિલ્હી, 17 ફેબ્રુઆરી 2025: ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) પોતાના 4જી નેટવર્કનો વિસ્તાર કરી ટૂંક સમયમાં 5જી સેવાઓનું ટેસ્ટીંગ શરુ કરવાની તૈયારીમાં છે. સરકારી ટેલીકોમ કંપનીઓનો ટાર્ગેટ આ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં દેશભરમાં 1 લાખ નવા 4જી મોબાઈલ ટાવર લગાવવાનો છે. અત્યાર સુધીમાં 65,000થી વધારે 4જી ટાવર લાઈવ થઈ ચુક્યા છે. BSNL પોતાના સસ્તા અને લાંબી વેલિડિટીવાળા પ્લાન દ્વારા ખાનગી કંપનીઓને ટક્કર આપી રહી છે.
BSNLનો 180 દિવસવાળો પ્લાન
BSNLના પ્રીપેડ પ્લાન્સમાં લાંબી વેલિડિટી અને વાજબી દર તેની સૌથી મોટી ખાસિયત છે. કંપનીનો 897 રુપિયાનો પ્રીપેડ પ્લાન યુઝર્સને ફક્ત 5 રુપિયામાં દરરોજ શાનદાર બેનિફિટ્સ આપશે.
BSNLના આ પ્લાનના ફાયદા
BSNLના આ પ્લાન અનુસાર, આપને તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ, નેશનલ રોમિંગ, 100 SMS રોજના અને 90GB કૂલ ડેટા મળશે. તેમાં આપની કોઈ ડેઈલી લિમિટ નથી. સાથે જ BSNLના આ પ્લાનમાં BiTVનું ફ્રી એક્સેસ (450+ લાઈવ ટીવી ચેનલ અને કેટલીય OTT એપ)નું સબ્સિક્રિપ્શન મળશે.
BSNLના નવા પ્લાન
TRAIના નિર્દેશ પર BSNLએ 99 રુપિયાથી શરુ થનારા બે નવા પ્લાન લોન્ચ કર્યા છે. જેમાં ફક્ત અનલિમિટેડ કોલિંગની સુવિધા આપી છે. પણ ડેટા મળશે નહીં.
BSNL વિરુદ્ધ પ્રાઈવેટ કંપનીઓ
BSNLના 180 દિવસવાળા પ્લાનની તુલના ફક્ત Vodafone Idea (Vi) કરી રહી છે. કેમ કે જીયો અને એરટેલ પાસે આટલા લાંબા સમયની વેલિડિટીવાળો કોઈ પ્લાન નથી. ત્યારે આવા સમયે BSNL આ યુઝર્સ માટે શાનદાર વિકલ્પ બની રહ્યો છે. જે વાજબી ભાવે લાંબી વેલિડિટી અને અનલિમિટેડ કોલિંગ લેવા માગે છે. BSNL પોતાની 4જી સેવાઓનો ઝડપથી વિસ્તાર કરી રહ્યું છે અને સસ્તા પ્લાનથી બજાર પર મજબૂત પકડ બનાવી રહ્યુ છે. 5જી ટેસ્ટીંગ અને નવા પ્લાન્સ સાથે કંપની ભવિષ્યમાં ખાનગી ટેલીકોમ કંપનીઓને કાંટાની ટક્કર આપવા તૈયાર છે.
આ પણ વાંચો: VIDEO: ટ્રાફિક જામની ઐસીતૈસી, હવામાં ઉડીને પરીક્ષા આપવા પહોંચ્યા વિદ્યાર્થી, જુગાડ જોઈ ચોંકી જશો