ગુજરાતમધ્ય ગુજરાત

BSNLના પૂર્વ કર્મચારીઓએ સરકાર સામે બાંયો ચડાવી, રિવાઇઝ પેન્શન મુદ્દે વિરોધ કર્યો

Text To Speech

વડોદરા, 02 જુલાઈ 2024,કારેલીબાગ વિસ્તારમાં BSNL ઓફિસના પ્રાંગણમાં પૂર્વ કર્મચારીઓએ પોતાના રિવાઇઝ પેન્શનને લઈને વિરોધ કર્યો હતો. કર્મચારીઓ દ્વારા કર્મચારી એકતાના સૂત્રોચ્ચાર કર્યા હતા. કર્મચારી સંગઠને પ્રશ્ન હલ નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી. પોતાની માગને લઈ પૂર્વ BSNL કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો
બિડીપીના પ્રમુખ એચ.આર. તિવારીએ જણાવ્યું હતું કે, 2017થી રિવાઇઝ પેન્શનને લઈને અનેક વાર ધરણા પ્રદર્શન પૂર્વ BSNL કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યા છે. અસંખ્ય વાર રજૂઆત કરવા છતાં સરકાર અમારી રજૂઆત ધ્યાન પર ન લેતા આજે દેશવ્યાપી દેખાવો, સુત્રોચ્ચારનો કાર્યક્રમ કરવાની ફરજ પડી છે. આજના કાર્યક્રમમાં શહેર-જિલ્લાના 350 જેટલા કર્મચારી હાજર રહ્યા હતા. BSNL કર્મચારીઓના રિવાઇઝ પેન્શનનો મામલો કોર્ટ સુધી પહોંચ્યો છે. જ્યાં સરકાર આ મામલે કેસ હારી ગઈ છે. તેમજ કોર્ટ દ્વારા તેઓને 90થી 120 દિવસમાં પૂર્વ BSNL કર્મચારીઓને રિવાઇઝ પેન્શનની જોગવાઈ મુજબ કરવા જણાવવામાં આવ્યું છે. જે ન થતાં તેઓને કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો સામનો કરી પેનલ્ટી ભરવાનો વારો પણ આવ્યો છે.

પૂર્વ BSNL કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં
વડોદરાના કારેલીબાગ ખાતે આવેલ BSNL ઓફિસની પ્રાંગણમાં પૂર્વ કર્મચારીઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. મોટી સંખ્યામાં પૂર્વ કર્મચારીઓ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. આજ દિન સુધી પૂર્વ BSNL કર્મચારીઓને રિવાઇઝ પેન્શનના નામે ધક્કા મળી રહ્યા છે. લોકસભા ઇલેક્શન પહેલા સરકાર દ્વારા પૂર્વ BSNL કર્મચારીઓને આશ્વાસન આપતા કહ્યું હતું કે, તેઓની વહેલી તકે રીવાઈઝ પેન્શનના પ્રશ્નોનું નિરાકરણ આવશે. પરંતુ ઇલેક્શન બાદ આજ દિન સુધી તેમન આવતા પૂર્વ BSNL કર્મચારીઓ સરકાર સામે લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોઃઅમદાવાદમાં VHPએ કોંગ્રેસ કાર્યાલય પર રાહુલ ગાંધીના ફોટા પર કાળો સ્પ્રે માર્યો

Back to top button