ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

BSNLના એક લાખ 4G ટાવર્સને 5Gમાં રૂપાંતરીત કરાશે, આત્મનિર્ભર ભારત હેઠળનું મોટુ પગલું

નવી દિલ્હી, 29 માર્ચ, 2025: BSNL – ભારત સંચાર નિગમ લિ. દેશભરમાં એક લાખ સ્વદેશી 4G મોબાઈલ ટાવર સ્થાપિત કરી રહી છે, જેને 5Gમાં રૂપાંતરિત કરવામાં આવશે. આ કામ જૂન સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે. આ આત્મનિર્ભર ભારત યોજના હેઠળ કરવામાં આવી રહેલુ મોટુ પગલું છે. તદુપરાંત પોતાની સંદેશાવ્યવહાર ટેકનોલોજી ધરાવતા હોય તેવા ટોચના 5 દેશોમાં ભારતનો સમાવેશ થયો છે. કેન્દ્રિય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધીયાએ કહ્યુ હતુ ંકે ભારત પહેલા આ ટેકનોલોજી ફક્ત, ચીન, ફિનલેન્ડ, સ્વીડન અને દક્ષિણ કોરિયાની પાસે હતી. અમારુ લક્ષ્ય વૈશ્વિક 6G સ્ટાન્ડર્ડમાં ઓછામાં ઓછુ 10 ટકા યોગદાન આપવાનું છે.

સિંધિયાએ શુક્રવારે એક પ્રસંગે કહ્યું કે, દુનિયાભરમાં ટેલિકોમ કંપનીઓનું મર્જર થઈ રહ્યું છે. પરંતુ, આપણી પાસે અહીં ચાર કંપનીઓ છે. 2014માં દેશમાં 90 કરોડ મોબાઈલ ગ્રાહકો હતા. આજે આ સંખ્યા 1.2 અબજથી વધુ છે. ત્યારે 25 કરોડ લોકો ઈન્ટરનેટ સાથે જોડાયેલા હતા અને હવે 97 કરોડ ઈન્ટરનેટ યુઝર્સ છે. 2014માં 6 કરોડ લોકો પાસે બ્રોડબેન્ડ ઈન્ટરનેટ હતું, જેની સંખ્યા આજે 94 કરોડ સુધી પહોંચી ગઈ છે. આ અમેરિકાની કુલ વસ્તી કરતા વધુ છે.

DTD મેસેજિંગ સર્વિસ શરૂ, ઈન્ટરનેટ વગર પણ કામ કરશે

સિંધિયાએ કહ્યું કે, સરકાર દ્વારા ડાયરેક્ટ-ટુ-ડિવાઈસ (ડીટીડી) સેટેલાઇટ મેસેજિંગ સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ ટેક્નોલોજીમાં સ્માર્ટફોન નેટવર્ક સાથે કનેક્ટ ન હોય ત્યારે પણ તેમાંથી મેસેજ મોકલી શકાય છે. પછી કનેક્ટિવિટી મોબાઈલ ટાવરથી નહીં પણ સીધી સેટેલાઇટથી આવે છે. અમારી પાસે 100 5G ટેસ્ટ બેડ, 6G ટેસ્ટ બેડ અને ઈન્ડિયા 6G એલાયન્સ છે, જે યુએસ, જર્મની, દક્ષિણ કોરિયા, ઇયુ અને યુકે સાથે સહયોગ કરે છે.

સ્ટારલિંક સિવાય પણ ઘણી કંપનીઓ લાઇનમાં છે

ટેલિકોમ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું કે, ભારતમાં સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસ શરૂ કરવા માટે માત્ર એલોન મસ્કની સ્ટારલિંકે જ અરજી કરી નથી, પરંતુ અન્ય ઘણી કંપનીઓએ પણ રસ દાખવ્યો છે. સેટેલાઇટ સેવાઓ હાલના સંચાર નેટવર્કને પૂરક બનાવશે. ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોને આવરી લેવામાં મદદ કરશે. અમે સેટેલાઇટ કોમ્યુનિકેશન સર્વિસ માટે બે કંપનીઓ એક રિલાયન્સ અને બીજી ભારતી એરટેલને લાઇસન્સ આપી ચૂક્યા છીએ.

આ પણ વાંચોઃ ભારતને સ્વદેશી બ્રહ્માસ્ત્ર મળ્યું, સેનાને મળશે 156 પ્રચંડ હેલિકોપ્ટર; સરકારનો સૌથી મોટો સંરક્ષણ કરાર

Back to top button