ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પાકિસ્તાનનું ભારત વિરુદ્ધ ફરી ડ્રોનનું ષડયંત્ર, અમૃતસરમાં ચીનનું ડ્રોન મળ્યું

Text To Speech

પંજાબના અમૃતસરમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સે પાકિસ્તાનથી આવેલું ડ્રોન ઝડપ્યું છે. આ ડ્રોન અમૃતસરના શહજાદા ગામમાં મળી આવ્યું છે. મળતી માહિતી મુજબ આ ડ્રોન ચાઈનીઝ છે, જેના વિશે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. આ સાથે સીમા સુરક્ષા દળે પણ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દીધું છે.

ત્રણ અઠવાડિયા પહેલા BSFએ અમૃતસર સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું. BSFના એક અધિકારીએ જણાવ્યું હતું કે, “2-3 ફેબ્રુઆરીની રાત્રે લગભગ 2.30 વાગ્યે, BSFના જવાનોએ અમૃતસર સેક્ટરમાં કક્કર બોર્ડર પોસ્ટ વિસ્તારમાં પાછળના ભાગમાં ઘૂસણખોરી કરનાર પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું હતું.”

ડ્રગ્સ રિકવર !

સરહદની વાડ અને ઝીરો લાઇન વચ્ચે ડ્રોન ઝડપાયું હતું. પીળી પોલિથીનમાં લપેટી પ્રતિબંધિત સામગ્રીનું પેકેટ પણ મળી આવ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ડ્રોનમાં લગભગ 5 કિલો વજનનું પેકેટ હતું, જેમાં હેરોઈન હોવાની આશંકા હતી. બીએસએફ અધિકારીઓના જણાવ્યા અનુસાર, ક્વાડકોપ્ટરમાં તૂટેલા અંગ્રેજીમાં અનુવાદ સાથે ચાઈનીઝ લેબલ પણ હતું. એવું માનવામાં આવે છે કે ડ્રોન એસેમ્બલ કરવામાં આવ્યું હશે.

આ પહેલા, 1 ફેબ્રુઆરીએ પણ, BSFએ 2.6 કિલો માદક દ્રવ્યો ઝડપ્યા હતા. બીએસએફના અધિકારીઓએ જણાવ્યું કે સરહદ પર ડ્રોનથી માદક દ્રવ્યો છોડવામાં આવ્યા હોવાની આશંકા છે.

Back to top button