ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

BSFએ પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું, ત્રણ કિલો હેરોઈન મળી આવ્યું

Text To Speech
  • સરહદ સુરક્ષા દળે રવિવારે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. ત્રણ કિલો માદક હેરોઈન પાકિસ્તાનથી ડ્રોન મારફતે આવ્યું હતું.

પાકિસ્તાન દરેક પ્રકારના આતંકવાદ દ્વારા ભારત પર હુમલો કરી રહ્યું છે. પાકિસ્તાન કાશ્મીરમાં આતંકવાદીઓને મોકલી રહ્યું છે તો પંજાબમાં ડ્રગ્સ દ્વારા પંજાબની સમગ્ર જાતિને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. સીમા સુરક્ષા દળે આજે રવિવારે પાકિસ્તાની ડ્રોનને તોડી પાડ્યું છે. ત્રણ કિલો માદક હેરોઈન પાકિસ્તાનથી ડ્રોન મારફતે પંજાબ મોકલાઈ રહ્યું હતું, જેને બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને પંજાબ પોલીસના સંયુક્ત પ્રયાસોથી ડ્રોન દ્વારા ડ્રગ્સની હેરાફેરીના પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.

 

બીએસએફના પ્રવક્તાએ રવિવારે જણાવ્યું હતું કે પ્રતિબંધિત વસ્તુઓના કન્સાઇનમેન્ટ અંગે માહિતી મળી હતી. જેના આધારે BSFએ પંજાબ પોલીસ સાથે સંયુક્ત કાર્યવાહી કરી હતી. આ કાર્યવાહીમાં તરનતારનના મસ્તગઢ ગામની સીમમાં આવેલા ખેતરમાંથી હેરોઈનના ત્રણ પેકેટ મળી આવ્યા હતા. હેરોઈનનું કુલ વજન 2.916 કિલો હોવાનું જાણવા મળ્યું હતું. આંતરરાષ્ટ્રીય બજારમાં આ ડ્રગ્સની કિંમત કરોડો રૂપિયા છે. આ સાથે ડ્રોનની બેટરી પણ મળી આવી હતી.

ફિરોઝપુરમાં ડ્રોન ઝડપાયું

 

BSF અને પંજાબ પોલીસના સંયુક્ત ઓપરેશનમાં ફિરોઝપુરમાં એક પાકિસ્તાની ડ્રોન ઝડપાયું હતું. બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે શનિવારે રાત્રે લગભગ 2.15 વાગ્યે આગળ તૈનાત બીએસએફ જવાનોએ સાંકે ગામ પાસે ડ્રોનની હિલચાલ અટકાવી દીધી. આ પછી રવિવારે સવારે પંજાબ પોલીસની સાથે સરહદી વાડ પાછળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં રાવના હિતર ગામ પાસેના વિસ્તારમાં એક ખેતરમાંથી તૂટેલી હાલતમાં ડ્રોન મળી આવ્યું હતું. પ્રાપ્ત થયેલ ડ્રોન ક્વાડકોપ્ટર (એસેમ્બલ) છે.

આ પણ વાંચો: સિયાચીનમાં દેશના પ્રથમ અગ્નિવીરની વીરગતિ, સેનાએ આપી શ્રદ્ધાંજલિ

Back to top button