ભારત-બાંગ્લાદેશ સરહદે બંને દેશના જવાનોએ એકબીજાને મીઠાઈ આપી
ફુલબારી:
ભારત-બાંગ્લાદેશ સરહદ ફુલબારી (Fulbari) ખાતે BSF જવાનો અને BGB જવાનોએ એકબીજાને મીઠાઈઓ આપીને દિવાળીની ઉજવણી કરી હતી. આ પહેલીવાર નથી જ્યારે તહેવારો અને ખાસ પ્રસંગોએ એકબીજા સાથે મીઠાઈ આપવામાં આવી હોય. દર વર્ષે દેશના સૈનિકો સરહદ પર મીઠાઈ એકબીજાને વહેંચીને તહેવારની ઉજવણી કરતા હોય છે. એક બાજુ સમગ્ર દેશ દિવાળીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે દેશવાસીઓની આપણી સુરક્ષામાં તૈનાત છે.
#WATCH | West Bengal: BSF personnel exchange sweets with BGB personnel (Border Guard Bangladesh) at Fulbari, India-Bangladesh border, on the occasion of #Diwali. pic.twitter.com/kHto8GHZad
— ANI (@ANI) November 12, 2023
અટારી-વાઘા બોર્ડર પર દિવાળી ઉજવવાની પરંપરા
ગયા વર્ષે અટારી-વાઘા બોર્ડર પર ભારતીય સૈનિકોએ દિવાળીના અવસર પર પાકિસ્તાની સૈનિકોને મીઠાઈ આપી હતી. જો કે, દર વર્ષે આ ભારત-પાકિસ્તાન બોર્ડર પર દિવાળીની ઉજવણી મીઠાઈ આપીને કરવામાં આવે છે. બંને સેનાના અધિકારીઓએ થોડીવાર હાથ મિલાવ્યા અને એકબીજાને શુભેચ્છા પાઠવી. ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાનના સીમા સુરક્ષા દળો વિવિધ ધાર્મિક તહેવારો જેવા કે ઈદ અને દિવાળી અને પોતપોતાના સ્વતંત્રતા દિવસ પર મીઠાઈઓ અને શુભેચ્છાઓ આપીને ઉજવે છે.
PM મોદી સૈનિકો સાથે દિવાળી ઉજવવા હિમાચલ પહોંચ્યા
આ વર્ષે વડાપ્રધાન મોદી દિવાળીની ઉજવણી કરવા હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા છે. અહીં તેમણે ભારતીય સેનાના જવાનો સાથે વાતચીત કરી અને તેમને દિવાળીની શુભેચ્છા પાઠવી. જમ્મુમાં અંકુશ રેખા પાસે છમ્બ સેક્ટરમાં ભારતીય સેનાના જવાનો સાથે દિવાળી ઉજવવા આવ્યા છે.
આ પણ વાંચો: PM નરેન્દ્ર મોદી હિમાચલ પ્રદેશના લેપચા પહોંચ્યા, જવાનો સાથે ઉજવશે દિવાળી