કચ્છ - સૌરાષ્ટ્રટોપ ન્યૂઝ

BSFએ દરિયાકાંઠે આવેલા ટાપુ પરથી ફરી એકવાર ચરસના 10 પેકેટ જપ્ત કર્યા, કુલ પેકેટની સંખ્યા 27 થઈ

Text To Speech

બોર્ડર સિક્યોરિટી ફોર્સે (BSF) જખૌ કિનારે આવેલા એક ટાપુ પરથી ચરસના 10 પેકેટ, દરેકનું વજન એક કિલોગ્રામ, રિકવર કર્યું છે. છેલ્લા 12 દિવસમાં રાજ્યના દરિયાકાંઠેથી ઝડપાયેલા આવા પેકેટની સંખ્યા વધીને 27 થઈ ગઈ છે. અગાઉ પણ આવી રીતે ચરસના પેકેટ દરિયા કિનારના ટાપુ પરથી મળી આવ્યા હતા.

આ પણ વાંચો : Kutch : BSFએ દરિયાકાંઠે આવેલા ટાપુ પરથી ચરસના 10 પેકેટ જપ્ત કર્યા
BSF - Humdekhengenews BSFએ જણાવ્યું હતું કે આ 10 પેકેટ કચ્છ જિલ્લાના જખૌ કિનારે લગભગ 15 કિમી દૂર ઈબ્રાહિમ પીર બેટ ટાપુ પરથી મળી આવ્યા હતા. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ચરસના પેકેટ વાદળી રંગની પ્લાસ્ટિક બેગમાં પેક કરવામાં આવ્યો હતો અને તેના પર ‘અફઘાન પ્રોડક્ટ’ છાપવામાં આવ્યું હતું. અગાઉ પણ જ્યારે BSF એ ચરસના પેકેટ જપ્ત કર્યા હતા તેના પર પણ આવું જ લખાણ લખેલું હતું. ત્યારબાદ BSF અને અન્ય એજન્સી દ્વારા આ મામલે સર્ચ કરવામાં આવ્યું હતું. 12 એપ્રિલે પણ ગુજરાતના દરિયાકાંઠે આ પ્રકારનું પહેલું કન્સાઇનમેન્ટ ઝડપાયું ત્યારથી આ છઠ્ઠી વાર ચરસ ઝડપાયું છે. ત્યારથી સર્ચ ઓપરેશનમાં કુલ 27 પેકેટ મળી આવ્યા છે. BSFના અધિકારીએ જણાવ્યું કે સર્ચ ઓપરેશન ચાલુ છે અને આવા વધુ પેકેટો મળી આવે તેવી શક્યતા છે.

Back to top button