ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

બાંગ્લાદેશ સરહદે સોનાના 7 કિલો બિસ્કિટ સાથે દાણચોર ઝડપાયો

Text To Speech
  • બાતમીના આધારે BSFએ તસ્કરને પકડી પાડ્યો
  • ખાલી ટ્રક લઈને ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો
  • સોનાના બિસ્કિટની કિંમત આશરે 4.33 કરોડ રૂપિયા

કોલકાતાઃ  BSFએ પશ્ચિમ બંગાળમાં રૂ. 4.33 કરોડના 7 કિલોગ્રામ સોનાની દાણચોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો છે. પશ્ચિમ બંગાળના જિલ્લા ઉત્તર 24 પરગણા ખાતે 145 બટાલિયન BSFના જવાનોએ દાણચોરી કરતો એક ટ્રક ડ્રાઈવરને ઝડપી પાડ્યો છે. 145મી કોર્પ્સના સૈનિકોને બાતમી મળી હતી કે સોનાના મોટા કન્સાઈનમેન્ટની દાણચોરી થઈ રહી છે. એક ટ્રક ડ્રાઈવર ખાલી ટ્રક લઈને બાંગ્લાદેશથી ભારતીય સરહદમાં પ્રવેશવા જઈ રહ્યો છે. એક ટ્રક ભારતીય સીમામાં ઘૂસી જતાં સૈનિકોએ તેની તલાશી લીધી હતી. આ દરમિયાન સૈનિકોએ ટ્રકની તપાસ કરતાં સોનાના બિસ્કિટ મળી આવ્યા હતા.

પશ્ચિમ બંગાળમાં ભારત-બાંગ્લાદેશ સરહદી વિસ્તારોમાં સોનાની દાણચોરીના મોટા પ્રયાસને નિષ્ફળ બનાવ્યા બાદ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF) એ મોટી સફળતા મેળવી હતી. ડ્રાઈવર પાસેથી અંદાજિત 7 કિલો સોનાના બિસ્કિટ જપ્ત કરાયા છે જેની કિંમત આશરે 4.33 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત, સૈનિકો તસ્કરને ટ્રક અને સોના સાથે ચોકી પર લાવીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલા તસ્કરની વધુ પૂછપરછ હાથ ધરાઈ છે.

જોકે, ભારત-બાંગ્લાદેશની સરહદ પર સોનાની દાણચોરીની ઘટના અવારનવાર બનતી રહે છે. તે માટે સેનાના જવાનો સતત સરહદ પર ચાંપતી નજર રાખે છે. અગાઉ પણ થોડાક મહિના પહેલા BSF એ ભારત-બાંગ્લાદેશ સરહદ પર આશરે 3 કરોડ રૂપિયાના સોનાના બિસ્કિટ સાથે એક દાણચોરની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: દાણચોરીથી દેશમાં આવ્યું 2,000 કિલો સોનું, નેપાળ-બાંગ્લાદેશ જોતા રહ્યા

Back to top button