BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને વતન આવેલા જવાનનું હાર્ટઍટેકથી મૃત્યુ, અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા
દિયોદરઃ (BSF Jawan)ગુજરાતમાં હાર્ટ એટેકના કેસો વધુ ચિંતાજનક બની રહ્યાં છે. યુવાનો અને વિદ્યાર્થીઓના હૃદય બંધ પડી જવાથી થતા મૃત્યુને લઈને લોકોમાં હવે ભય ફેલાયો છે. (Heart Attack)ત્યારે બનાસકાંઠા જિલ્લાના દિયોદરના BSFના જવાનનું હાર્ટ એટેક આવવાથી મૃત્યુ થયું છે. જવાનના અચાનક મૃત્યુથી પરિજનો અને ગ્રામજનો સહિત સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. આજે BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર (Guard of Honors) આપીને મૃતક જવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા છે.
જવાન પ્રથમ પોસ્ટિંગ માટે પશ્ચિમ બંગાળ જવાનો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે BSFની ટ્રેનિંગ પૂર્ણ કરીને આવેલા જવાનનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હોવાનું જાણવા મળ્યું છે. રાહુલ ચૌધરી નામનો જવાન ટ્રેનિંગ પૂર્ણ કરી પોતાના વતન મકડાલા આવ્ચો હતો. રાહુલ ચૌધરી પ્રથમ પોસ્ટિંગ માટે અમદાવાદથી પશ્ચિમ બંગાળ જવાનો હતો. આ દરમિયાન અમદાવાદથી ફરજ પર જતા સમયે હાર્ટએટેક આવતા જવાનનું મૃત્યુ થયું હતું.
BSF જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા
દિયોદરના મકડાલા ગામમાં જવાન રાહુલ ચૌધરીના મૃત્યુથી શોકનો માહોલ વ્યાપી ગયો છે. રાહુલ ચૌધરી પ્રથમ પોસ્ટિંગ માટે પશ્ચિમ બંગાળ જાય તે પહેલા જ તેમને હાર્ટઍટેક આવતા તેમનું મૃત્યુ થયું છે. રાહુલ ચૌધરીના પાર્થિવ દેહને મકડાલા ગામે લવાયો હતો. જ્યાં BSF દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. BSF જવાનની અંતિમ યાત્રામાં હજારો લોકો જોડાયા હતા.
આ પણ વાંચોઃ ગુજરાતઃ રવિ કૃષિ મહોત્સવનો ૨,૧૦,૧૬૮ ખેડૂતોએ લીધો લાભ