BSFની મહિલા ગાર્ડ દુશ્મનોને માત આપવા આધુનિક હથિયારોથી સજ્જ
દેશમા ભારી ગરમીમાં તાપમાન 44 ડિગ્રીને વટાવી ગયું હોવાથી મોટાભાગના લોકો એરકન્ડિશન્ડ રૂમમાં બેસીને રોજિંદા કામકાજ કરી રહ્યા છે. તાત્કાલિક જરૂરિયાત હોય ત્યારે જ ઘર કે ઓફિસની બહાર જવાનું. બીજી તરફ દેશની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ BSFના જવાનો સરહદો પર ખડેપગે છે. સરહદી વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ ખુબ વધુ છે. કાળઝાળ ગરમીની વચ્ચે આ રક્ષકો 24 કલાક દેશની સરહદો પર ખડે પગે તૈનાત રહે છે. આ મહિલાઓ ઉબડખાબડ અને કાંટાવાળા રસ્તાઓ પર ચાલીને દેશ પ્રત્યેની તેમની ફરજ નિભાવી રહી છે.
બીએસએફમાં 100 મહિલા ગાર્ડ છે. બીએસએફના યુનિફોર્મમાં તેમના વ્યક્તિત્વમાં બહાદુરીની ઝલક સ્પષ્ટપણે જોવા મળે છે. કાળઝાળ ગરમીમાં પણ તેઓનો હોંસલો ક્યારેય ઓછો થયો નથી. આધુનિક હથિયારોથી સજ્જ આ રક્ષકો દેશના દુશ્મનોને જડબાતોડ જવાબ આપવા માટે દરેક ક્ષણે સક્રિય રહે છે.
2009માં પ્રથમ વખત મહિલાઓને કરવામાં આવી તૈનાત
વર્ષ 2009માં પહેલીવાર અટારી બોર્ડર પર બીએસએફમાં મહિલા રક્ષકો તૈનાત કરવામાં આવી હતી. તે સમય દરમિયાન કાંટાળા તારની પેલે પાર ગયેલી મહિલા ખેડૂતોની શોધખોળ અને નજર રાખવા માટે તેઓને અટારી બોર્ડર પર તૈનાત કરવામાં આવ્યા હતા . આજે આ રક્ષકો પુરૂષ સૈનિકોની જેમ સરહદ પર દરેક સમયે ફરજ પર છે. ભારત-પાકિસ્તાનને વિભાજીત કરતી આંતરરાષ્ટ્રીય અટારી સરહદ પર તૈનાત મહિલા ગાર્ડ સીતા રાની કહે છે કે, તેણે બાળપણમાં જ BSFમાં જોડાવાનો સંકલ્પ કર્યો હતો. દેશની સુરક્ષા માટે લીધેલા સંકલ્પને છેલ્લા શ્વાસ સુધી પૂર્ણ કરવામાં આવશે. બીએસએફમાં મહિલાઓનું અલગ સ્થાન અને સન્માન છે. ત્યારે લખવિન્દર કૌર કહે છે કે, બાળપણમાં ચોર-સૈનિકની રમત રમતા બીએસએફમાં જોડાવાનો સંકલ્પ લીધો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ તેણે બીએસએફમાં જોડાવાની તૈયારી શરૂ કરી. પરિવારનો પણ પૂરો સહયોગ મળ્યો. બીએસએફનો યુનિફોર્મ પહેરતા જ મન અને મગજમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.
અટારી બોર્ડર પર પરેડમાં પણ ભાગ લે છે
સરહદની સુરક્ષા સાથે આ મહિલા રક્ષકો અટારી સરહદ પર દરરોજ યોજાતી સંયુક્ત પરેડમાં પણ ભાગ લઈ રહી છે. જ્યારે આ પરેડમાં બે મહિલા રક્ષકો પરેડનું નેતૃત્વ કરે છે. જ્યારે દેશની તમામ મહિલાઓ અને યુવતીઓ પોતપોતાના ઘરમાં તહેવારની ઉજવણી કરી રહી હોય ત્યારે પણ આ રક્ષકો સરહદ પર પેટ્રોલિંગ કરે છે. તેમની સતર્કતાને કારણે દેશવાસીઓ સલામતી અનુભવે છે.