ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

BSF અને CRPFના જવાનો લઈ રહ્યા છે VRS, જાણો સંખ્યા અને કારણો

Text To Speech

નવી દિલ્હી, 06 ડિસેમ્બર: સરકારે બુધવારે સંસદમાં જણાવ્યું કે દેશમાં BSF પછી સૌથી વધુ સંખ્યામાં CRPF જવાનોએ સ્વૈચ્છિક નિવૃત્તિ પસંદ કરી છે. સરકારે કહ્યું કે ઓછામાં ઓછા 4127 બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ના જવાનો અને ત્યારબાદ 2572 સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ના જવાનોએ વર્ષ 2023માં સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો છે. કેન્દ્રીય ગૃહ રાજ્ય પ્રધાન નિત્યાનંદ રાયે બુધવારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો (CAPF) અને આસામ રાઇફલ્સ (AR)માં સ્વૈચ્છિક નિવૃત્તિની સંખ્યા દર વર્ષે બદલાઈ રહી છે.

સ્વૈચ્છિક નિવૃત્તિ રોકવા માટે લેવાયેલા પગલાં

નિત્યાનંદ રાયે જણાવ્યું કે સરકારે સ્વૈચ્છિક નિવૃત્તિ મેળવવા માંગતા કર્મચારીઓની સંખ્યા ઘટાડવા માટે ઘણા પગલાં લીધા છે. જેમ કે કેડર સમીક્ષાનું સમયસર આચરણ, સુધારેલા ખાતરીપૂર્વકની કારકિર્દી પ્રગતિ લાભો પ્રદાન કરવા તેમજ કેટલીક અન્ય બાબતો. રાજ્યસભામાં રજૂ કરાયેલા ડેટા અનુસાર, 2023માં આસામ રાઈફલ્સના 1280, BSFના 4127, CISFના 596, CRPFના 2572, ITBPના 324 અને SSBના 271 જવાનોએ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હતી.

સ્વૈચ્છિક નિવૃત્તિ લેવા પાછળના કારણો

જવાનો મોટાભાગે પારિવારિક કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ રહ્યા છે. તેમજ બાળકો અને કુટુંબના પ્રશ્નો, પોતાના અથવા પરિવારના સભ્યોના સ્વાસ્થ્યના પ્રશ્નો, સામાજિક અને પારિવારિક જવાબદારીઓ અને પ્રતિબદ્ધતાઓ, સારી કારકિર્દીની તકો તેમજ અંગત કારણોસર સ્વૈચ્છિક નિવૃત્તિમાં વધારો થયો છે. જો કે, સરકાર આ બાબતને ગંભીરતાથી લઈ તેને ઉકેલવા પ્રયાસ કરી રહી છે.

2022માં 1188 આસામ રાઈફલ્સે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી

કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે વર્ષ 2022માં 1188 આસામ રાઈફલ્સ, 5341 BSF, 762 CISF, 3019 CRPF, 545 ITBP અને 314 SSBએ સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો હતો.

આ પણ વાંચો: રાહુલ ગાંધી રાજકીય રીતે અપરિપક્વ છેઃ પ્રણવ મુખર્જીના જીવન પર લખાયેલા પુસ્તકમાં મોટો ખુલાસો

Back to top button