કુહાડીથી હાથ કાપ્યા, કરોડરજ્જુ ભાંગી નાંખી…, ઓસ્ટ્રેલિયામાં ભારતના સૌરભ આનંદ પર કરાયો જીવલેણ હુમલો

ઓસ્ટ્રેલિયાઃ 27 જુલાઈ, 2025: Indian Man Attacked in Australia: ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં લૂંટના પ્રયાસ દરમિયાન ભારતના સૌરભ આનંદ પર કિશોરોએ જીવલેણ હુમલો કર્યો હતો. સૌરભને ખૂબ માર મારવામાં આવ્યો અને તેના શરીરના તમામ ભાગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તેનો હાથ પણ કાપી નાખવામાં આવ્યો હતો.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, 19 જુલાઈ 2025ની સાંજે, સૌરભ આનંદ અલ્ટોના સેન્ટ્રલ સ્ક્વેર શોપિંગ સેન્ટરમાં દવા લેવા માટે ફાર્મસીમાં ગયો હતો. તે ફોન પર વાત કરી રહ્યો હતો ત્યારે 5 કિશોરોના ગ્રુપે તેના પર હુમલો કર્યો હતો. તેમાંથી એકે આનંદનું ખિસ્સું કાતરી લીધું, બીજાએ તેના માથા પર મુક્કો માર્યો અને ત્રીજાએ કુહાડીને તેના ગળા પાસે મૂકી દીધી.
કુહાડીથી હાથ કાપી નાંખ્યો
ત્યાર બાદ, સૌરભે સ્વરક્ષણ માટે હાથ આગળ કર્યા કે તરત જ કુહાડીથી તેનું કાંડું કાપી નાખવામાં આવ્યું. આ મામલે સૌરભે કહ્યું કે, ‘બીજો હુમલો મારા હાથ પર અને ત્રીજો મારા હાડકા પર કરવામાં આવ્યો.’ હુમલાખોરોએ આનંદની પીઠ પર પણ હુમલો કર્યો, જેનાથી તેની કરોડરજ્જુ તૂટી ગઈ.
આ સમય સુધીમાં સૌરભ આનંદ લોહીથી લથપથ થઈ ગયો હતો. કોઈક રીતે તે લથડાતા તેણે લોકોની મદદ માંગી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાંઆવ્યો. અહીં ડૉક્ટરોએ સૌરભનો હાથ કાપવો પડ્યો.
પોલીસે હાથ ધરી તપાસ
આ મામલે પોલીસે 3 થી 4 કિશોરોની ધરકપડ કરી લીધી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ કેએલ રાહુલ અને શુભમન ગિલની જોડીએ ઈંગ્લેન્ડમાં નવો ઇતિહાસ રચ્યો, 23 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
આ પણ વાંચોઃ આખો દિવસ ડ્રગ્સ લઇ સૂઈ જાય છે? ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેની વિશે મોટો ખુલાસો












