ટ્રેન્ડિંગનેશનલ

તેલંગાણામાં ચૂંટણી પ્રચાર દરમિયાન BRS પાર્ટીના સાંસદ પર છરી વડે હુમલો

Text To Speech

હૈદરાબાદ, 30 ઑક્ટોબરઃ તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023ના પ્રચાર દરમિયાન શાસક પક્ષ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના સાંસદ કોઠા પ્રભાકર રેડ્ડી પર ઘાતક હુમલો થયો છે. મળતી માહિતી મુજબ, મેડકના સાંસદ અને આગામી ચૂંટણી માટે દુબકાના BRS ઉમેદવાર કોઠા પ્રભાકર રેડ્ડી સિદ્ધીપેટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક પાદરીના ઘર તરફ જઈ રહ્યા હતા. ત્યારે ટોળામાંથી કોઈ અજાણ્યા શખ્સે તેના પેટમાં છરી ભોંકી દીધી. પ્રભાકર રેડ્ડીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હુમલાખોરને રેલીમાં BRS કાર્યકરોએ ઝડપી પાડ્યો અને માર માર્યા બાદ પોલીસને હવાલે કર્યો હતો.

ઘટનાને નજરે જોનારા વ્યક્તિએ જણાવ્યું કે, એક અજાણ્યો શખ્સ ભીડમાંથી તે પ્રભાકર રેડ્ડીની સામે આવ્યો. એવું લાગતું હતું કે તે નેતા સાથે હાથ મિલાવવા આવ્યો છે. પરંતુ અચાનક તેણે છરી વડે હુમલો કર્યો. આ સમગ્ર ઘટના બનતા આજેબાજુ અફરા તફરી મચી ગઈ હતી. સાંસદને તરત જ યશોદા હોસ્પિટલ દાખલ કરાયા. જોકે, પરિસ્થિતિ વણસે એ પહેલાં પોલીસે નિયંત્રણ મેળવી લીધું હતું.

સિદ્દીપેટ કમિશનર એન શ્વેતાના જણાવ્યા અનુસાર, સાંસદ પ્રભાકર રેડ્ડી સંપૂર્ણપણે ખતરાની બહાર છે. આ હુમલો ત્યારે થયો જ્યારે તેઓ એક અભિયાન માટે દૌલતાબાદ મંડલના સુરમપલ્લી ગામમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અચાનક એક વ્યક્તિએ તેમના પર છરી વડે હુમલો કર્યો. હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. આગળ હજુ કેસની તપાસ ચાલી રહી છે. પ્રભાકર રેડ્ડીએ તેલંગાણા રાષ્ટ્ર સમિતિના ઉમેદવાર તરીકે તેમના લોકસભા મતવિસ્તાર મેડકમાં 2014ની પેટાચૂંટણી જીતી હતી. તેમણે પેટાચૂંટણીમાં 3,61,833 મતોના માર્જિનથી જીત મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, તેલંગાણામાં 30 નવેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. પરિણામ 3 ડિસેમ્બરે આવશે.

આ પણ વાંચો: MNS નેતા સંદીપ દેશપાંડે પર મોર્નિંગ વોક દરમિયાન હુમલો, હોસ્પિટલમાં સારવાર હેઠળ 

Back to top button