ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

કોંગ્રેસ ઉપર દલિત ઉપ-મુખ્યમંત્રીનું અપમાન કરવાનો BRSનો આક્ષેપ

હૈદરાબાદ (તેલંગાણા), 11 માર્ચ: તેલંગાણામાં BRS પાર્ટીએ દલિત ઉપ મુખ્યમંત્રી મલ્લુ ભટ્ટી વિક્રમાર્કનું અપમાન કરવાનો કોંગ્રેસ પર આરોપ લગાવ્યો છે. ખરેખર સોશિયલ મીડિયા પર એક ઉપ મુખ્યમંત્રીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેઓ એક પૂજા વિધિમાં નીચે બેઠેલા છે. જ્યારે સીએમ રેવંત રેડ્ડી અને અન્ય મંત્રીઓ ખુરશી પર બેઠેલા જોવા મળે છે. આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, ઉપ મુખ્યમંત્રી વિક્રમાર્કા પૂજા વિધિ દરમિયાન જમીન પર બેઠેલા છે જ્યારે સીએમની સાથે અન્ય મંત્રીઓ ઉત્તમ કુમાર, કુમારરેડ્ડી, વેકાંતા રેડ્ડી વગેરે આસન પર બિરાજમાન છે.

ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કહ્યું કે CM રેવંત રેડ્ડી અને અન્ય મંત્રીઓએ યાદદ્રી મંદિરની મુલાકાત દરમિયાન નાયબ મુખ્યમંત્રી ભટ્ટી વિક્રમાર્કનું અપમાન કર્યું છે.

કોણ છે વિક્રમાર્ક?

કોંગ્રેસના ધારાસભ્ય મલ્લુ ભટ્ટી વિક્રમાર્કાએ ગયા વર્ષે તેલંગાણાના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. મધીરા મતવિસ્તારમાંથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા મલ્લુ ભટ્ટી વિક્રમાર્કાએ પોતાના કામને કારણે એક અલગ છાપ છોડી છે. ગયા વર્ષે તેમનું નામ CMની રેસમાં પણ સામેલ હતું કારણ કે KCRને હટાવવાના કોંગ્રેસ અભિયાનમાં તેમની ભૂમિકા મહત્વની હતી. ખુદને CM પદના દાવેદાર માનતા ભટ્ટીએ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બનાવવા માટે 1365 કિલોમીટર લાંબી પીપલ્સ માર્ચ કાઢી હતી. તેઓ પાર્ટીનો સૌથી અગ્રણી દલિત ચહેરો છે જેમણે ગયા વર્ષે ચૂંટણીમાં કોંગ્રેસને જોરદાર સમર્થન આપ્યું હતું.

ભટ્ટીએ આંધ્ર પ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીના એમએલસી તરીકે તેમની રાજકીય ઇનિંગની શરૂઆત કરી હતી. આ પછી 2009માં તેઓ પ્રથમ વખત મધીરા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમનું કામ જોઈને પાર્ટીએ તેમને ચીફ વ્હીપની જવાબદારી આપી. જૂન 2011માં વિક્રમાર્કાને આંધ્ર પ્રદેશ વિધાનસભાના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જાન્યુઆરી 2019માં વિક્રમાર્કને તેલંગાણા વિધાનસભામાં કોંગ્રેસ લેજિસ્લેચર પાર્ટી (CLP)ના નેતા બનાવવામાં આવ્યા હતા.

મહત્ત્વનું છે કે, તેલંગાણામાં કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી દરમિયાન 119માંથી 64 સીટ જીતીને બહુમતનો આંકડો પાર કર્યો હતો અને સત્તારૂઢ ચંદ્રશેખર રાવની નેતૃત્વવાળી ભારત રાષ્ટ્ર સમિતિ સરકારને પછાડી હતી. જો કે, એ વખતે બીઆરએસ એ માત્ર 39 સીટ મેળવી હતી.

આ પણ વાંચો: લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસની બીજી યાદી આજે આવશે! જાણો- કોને મળશે ટિકિટ, કોના નામ ચર્ચામાં?

Back to top button