જબ જબ મુઝ પે ઉઠા સવાલ, માઈ તેરી ચુનરિયા લહેરાઈ: સવારમાં આ વીડિયો જોશો તો દિલ ખુશ થઈ જશે


VIRAL VIDEO: સોશિયલ મીડિયાનો ઉપયોગ આજના સમયમાં ખૂબ જ કોમન થઈ ગયું છે. લોકો બીજી વસ્તુ વિના રહી શકે છે, પણ કદાચ સોશિયલ મીડિયા વિના રહી શકતા નથી. આજકાલ તો બાળકો પણ ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક જેવા પ્લેટફોર્મ પર અકાઉન્ટ બનાવીને બેઠા છે. તમે પણ સોશિયલ મીડિયા પર હશો તો દરરોજ એકથી એક ચડિયાતી ફીડ પર વાયરલ કંટેંટ જોતા હશો. ક્યારેક ક્યારેક એવા વીડિયો પણ જોવા મળે છે, જેને જોયા બાદ દિલ એકદમ ગાર્ડન ગાર્ડન થઈ જાય. મતલબ ખુશી થાય છે. હાલમાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આવો તેના વિશે જાણીએ.
વાયરલ વીડિયોમાં શું દેખાયું?
હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યું છે, તેમાં બહું કંઈ ખાસ નથી પણ દિલને ખુશ કરી દેશે. વાયરલ વીડિયોમાં દેખાય છે કે, એક માણસ સ્કૂટી ચલાવતો દેખાઈ રહ્યો છે. ઠંડીનો સમય છે, જેથી તેણે સ્વેટર પહેર્યું છે. તો વળી સ્કૂટી પાછળ તેની માતા બેઠેલી છે. જેમને શોલ ઓઢાવેલી છે.જેમને ઠંડી ન લાગે અથવા તો પડી ન જાય એટલા માટે એક હાથથી તે હેંડલ સંભાળે છે અને બીજા હાથથી તે મમ્મીને પકડીને રાખ્યા છે. આ જ કારણે લોકો આ વીડિયો જોઈને ખુશ થઈ રહ્યા છે.
View this post on Instagram
તમે જે આ વીડિયો જોયો તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયોને પોસ્ટ કરતા કેપ્શનમાં લખ્યું કે, મૈન ઓફ કલ્ચર. આ વીડિયોની ઉપર ભાઈએ દીકરા હોવાનું અસલી ફર્જ નિભાવ્યું છે. આ લખાય છે ત્યાં સુધીમાં 5 હજારથી વધારે લોકોએ તેને લાઈક કર્યું છે. વીડિયો જોયા બાદ એક યુઝરે કોમેન્ટ કરી કે આખો મરદ સમાજ ખુશ થયો.
આ પણ વાંચો: ઈશાન કિશને ધમાકેદાર સદી ફટકાર્યા બાદ ટીમના માલિક કાવ્યા મારનને ફ્લાઈંગ કિસ આપી, સ્ટેડિયમમાં દેકારો થઈ ગયો