ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમનોરંજનસ્પોર્ટસ

ભાઈ બુમરાહ, હવે તું જ તારણહારઃ સિડની ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની હાલત બાદ મીમ્સ વાયરલ

નવી દિલ્હી, 03 જાન્યુઆરી: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સિડનીમાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ પણ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. આજે 3 જાન્યુઆરીથી શરૂ થયેલી આ રોમાંચક મેચમાં ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહને લઈને ચાહકોમાં ભારે ઉત્સાહ છે.

સોશિયલ મીડિયા પર બુમરાહની ધૂમ

મેચ દરમિયાન, ચાહકોએ જસપ્રિત બુમરાહની બોલિંગ અને તેના મજબૂત પ્રદર્શનને લગતા મીમ્સ અને પોસ્ટ્સથી સોશિયલ મીડિયા ભરી દીધું હતું. કેટલાક ચાહકો તો એમ પણ કહી રહ્યા છે કે, ‘હવે ટીમ ઈન્ડિયાને જીતાડવાની જવાબદારી માત્ર બુમરાહના ખભા પર છે. તે જ સમયે, ઘણા યુઝર્સે તેના જૂના સ્પેલ્સની ક્લિપ્સ શેર કરી અને તેને ભારતીય ટીમનું ટ્રમ્પ કાર્ડ ગણાવ્યું.

જૂઓ આવા કેટલાક ફની મીમ્સ

એવો કેપ્ટન જેણે બધું એકલા હાથે જ કરવાનું છે…

બુમરાહ પાસેથી શા માટે વધુ અપેક્ષાઓ છે?

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહે હાલમાં ચાલી રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પોતાના શાનદાર પ્રદર્શનથી ચાહકોના દિલ જીતી લીધા છે. ચાર ટેસ્ટ મેચમાં 30 વિકેટ લઈને બુમરાહ સિરીઝમાં સૌથી વધુ વિકેટ લેનારો બોલર બની ગયો છે. તેની પાછળ ઓસ્ટ્રેલિયાનો સ્ટાર બોલર પેટ કમિન્સ બીજા સ્થાને છે.

મોટો રેકોર્ડ તોડવાની અણી પર બુમરાહ

બુમરાહ પાસે સિડનીમાં રમાઈ રહેલી છેલ્લી ટેસ્ટમાં મોટો રેકોર્ડ બનાવવાની તક છે. જો તે આ મેચમાં 5 કે તેથી વધુ વિકેટ લે છે તો તે તેની ટેસ્ટ કારકિર્દીની સૌથી સફળ શ્રેણી બની જશે. તેના પ્રદર્શને વિપક્ષી બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા છે અને ભારતીય ટીમને મજબૂતી આપી છે.

આ પણ જૂઓ:  ભારતીય બેટ્સમેનોનું કંગાળ ફોર્મ યથાવત્, પાંચમી ટેસ્ટમાં પ્રથમ દિવસે 185 રનમાં ઓલઆઉટ

Back to top button