ઠંડીનું સુપરફુડ છે બ્રોકલી, આ રેસિપીથી બનાવો ટેસ્ટી સુપ
- બ્રોકલી (Broccoli)માં ફાઇબર, વિટામિન-સી, વિટામિન- કે, આયર્ન અને પોટેશિયમ સહિતનાં આવશ્યક પોષક તત્ત્વો વધુ પ્રમાણમાં હોય છે. નિષ્ણાતો કહે છે કે તે અન્ય શાકભાજી કરતાં વધારે પ્રમાણમાં પ્રોટીન પણ ધરાવે છે. આ લીલાં શાકભાજીમાં ફાઇબરનું પ્રમાણ પણ વધુ છે
બ્રોકલી (Broccoli) જોવામાં ફ્લાવર જેવી લાગે છે, પરંતુ માત્ર તેનો કલર લીલો હોય છે. તેમાં વિટામીન્સથી લઈને મિનરલ્સની સારી માત્રા હોય છે. વિટામીન કે અને કેલ્શિયમથી ભરપુર હોવાના કારણે બ્રોકલી હાડકાની હેલ્થ સુધારે છે. આ ઉપરાંત તેમાં એન્ટી ઓક્સિડન્ટ હોય છે. તેમાં એન્ટીઈન્ફ્લેમેટ્રી ગુણો પણ હોય છે. બ્રોકલી ખાવાથી શરીરને ડાયેટરી ફાઈબર મળે છે અને શરીર ડિટોક્સ પણ થવા લાગે છે. બ્રોકલી ખાવાથી શરીરને અનેક ફાયદા મળે છે. જાણો તેનો સુપ બનાવવાની રીત
બ્રોકલીનો સુપ બનાવવા માટેની સામગ્રીઃ
માખણ, કાપેલી ડુંગળી, બ્રોકલી એક નંગ, મેદો, દુધ, મરી
રીતઃ
બ્રોકલીનો સુપ બનાવવા માટે આ બધી વસ્તુઓને એક સાથએ રાખો. એક વાસણમાં મધ્યમ આંચ પર બે ચમચી માખણ ઓગાળો. તેમાં ડુંગળીને નરમ થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં બ્રોકલી નાંખીને ઢાંકી દો. તેને 10 મિનિટ ધીમી આંચ પર પકાવો. પછી તેમાં બ્લેન્ડર ફેરવો અને પ્યુરી બનાવો. હવે તેને એક સારા વાસણમાં નાંખો. હવે ધીમી આંચ પર એક નાના પેનમાં 3 ચમચી માખણ પીગાળો. તેમાં મેદો નાંખો અને પછી દુધ નાંખો. દુધ ઘટ્ટ થાય એટલે તેમાં સુપ નાંખી દો. હવે મરી પાવડર અને સહેજ સંચળ નાંખીને ગરમા ગરમ પીરસો. તેની ઉપર બદામની કતરણ નાંખી શકો છો.
બ્રોકલીના આ છે ફાયદા
બ્રોકોલીમાં ફાઇબર, વિટામિન-સી, વિટામિન- કે, આયર્ન અને પોટેશિયમ સહિતનાં આવશ્યક પોષક તત્ત્વો વધુ પ્રમાણમાં હોય છે. નિષ્ણાતો કહે છે કે તે અન્ય શાકભાજી કરતાં વધારે પ્રમાણમાં પ્રોટીન પણ ધરાવે છે. આ લીલાં શાકભાજીમાં ફાઇબરનું પ્રમાણ પણ વધુ છે અને ક્યુરેસેટીન જેવા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ શાકભાજી સલામત છે. તે બ્લડ શુગરનું સ્તર ઘટાડી શકે છે અને ડાયાબિટીસ કન્ટ્રોલમાં સુધારો કરી શકે છે. બ્રોકલી જેવા ફાઇબરયુક્ત ખોરાક કોલેસ્ટ્રોલને પણ કન્ટ્રોલ કરી શકે છે. તેથી હૃદયરોગનું જોખમ પણ ઘટે છે.
પાચનશક્તિ વધારવામાં પણ આ ફાઈબર મદદરૂપ છે. તે આંતરડાંની પ્રક્રિયા વધુ સારી રીતે કરવામાં મદદરૂપ બને છે અને કબજિયાત ઘટાડે છે. બ્રોકલીમાં વિટામિન-સી પણ હોય છે, જે તમારી રોગપ્રતિકારક શક્તિ તેમજ ત્વચા માટે ફાયદાકારક છે.
આ પણ વાંચોઃ સચિન તેંડુલકર પણ વિકી કૌશલની ‘સેમ બહાદુર’ થી પ્રભાવિત