પ્રસારકોએ કેબલ ઓપરેટરોને સિગ્નલ આપવાનું કર્યું બંધ, જાણો શું છે કારણ
ડિઝની સ્ટાર, ઝી એન્ટરટેઇનમેન્ટ એન્ટરપ્રાઇઝિસ અને સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયા લિમિટેડ સહિતના મોટા પ્રસારણકારોએ તે કેબલ ઓપરેટરોને સિગ્નલ આપવાનું બંધ કરી દીધું છે જેમણે ‘નવા ટેરિફ ઓર્ડર’ (NTO) હેઠળ વધારેલી કિંમતો સાથેના નવા કરારો પર હસ્તાક્ષર કર્યા નથી. જેના કારણે 4.5 કરોડ ટીવી કનેક્શન પ્રભાવિત થયા છે.
AIDCFકહ્યું, તેનાથી ગ્રાહકો પર વધારોનો બોજ પડશે
ડિજિટલ કેબલ ટેલિવિઝન કંપનીઓની સર્વોચ્ચ સંસ્થા ઓલ ઈન્ડિયા ડિજિટલ કેબલ ફેડરેશન (AIDCF) એ કહ્યું કે તેઓએ કરાર પર હસ્તાક્ષર કરવાની ના એટલા માટે પાડી છે કારણ કે તેનાથી ગ્રાહકોનો ખર્ચ 25 ટકાથી વધીને 35 ટકા થઈ જશે. જેથી ગ્રાહકો પર વધારાનો બોજ પડશે. અને વધુમાં ફેડરેશને કહ્યું કે તે આ મામલે કાયદાકીય પગલાં લેવાનું વિચારી રહ્યું છે.
અગાઉ પ્રકારકોએ કેબલ ઓપરેટરોને આપી હતી નોટીસ
ઉલ્લેખનીય છે કે અગાઉ 15 ફેબ્રુઆરીના રોજ પ્રસારકોએ કેબલ ઓપરેટરોને નોટિસ આપી હતી જેમાં તેમને ન્યૂ રેફરન્સ ઇન્ટરકનેક્ટ ઑફર (RIO) પર સહી કરવાનું કહ્યું હતું. આ RIO ટેલિકોમ રેગ્યુલેટરી ટ્રાઈ દ્વારા જારી કરાયેલા નવા ટેરિફ ઓર્ડર 3.0 ના આધારે તૈયાર કરવામાં આવ્યો છે. આ પગલાના પરિણામે દેશભરના લગભગ 4.5 કરોડ કેબલ ટીવી ગ્રાહકો આ બ્રોડકાસ્ટર્સ દ્વારા પ્રસારિત થતી ચેનલો જોવાથી વંચિત રહી ગયા છે.
IBDFએ આપ્યું હતુ આ નિવેદન
અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા ઈન્ડિયન બ્રોડકાસ્ટિંગ એન્ડ ડિજિટલ ફાઉન્ડેશન (IBDF)એ તાજેતરમાં આ અંગે નિવેદન આપ્યુ હતુ કે ‘કેટલાક કેબલ ઓપરેટરોએ યોગ્ય નોટીસ આપ્યા પછી નવા કરારો પર હસ્તાક્ષર કર્યા નથી. જેના કારણે તેમને તેમની સેવાઓ બંધ કરવાની ફરજ પડી હતી’.
આ પણ વાંચો : ગાંધીનગર : ગુજરાત યોગ બોર્ડ દ્વારા યોગ સ્પર્ધાનું આયોજન, વિજેતાને મળશે મોટું ઈનામ