વડાપ્રધાન ઋષિ સુનકની સુરક્ષામાં ચૂક, 4 લોકો ગેરકાયદેસર રીતે ઘરમાં ઘૂસ્યા
- બ્રિટનમાં સામાન્ય ચૂંટણીના એક અઠવાડિયા પહેલા આ બનાવ બન્યો
લંડન, 26 જૂન: બ્રિટનમાં એક તરફ સામાન્ય ચૂંટણીનો ધમધમાટ જોવા મળી રહ્યો છે, તો બીજી તરફ વડાપ્રધાન ઋષિ સુનક ની બાબતે એક આઘાતજનક સમાચાર બહાર આવ્યા છે. ઉત્તર ઇંગ્લેન્ડમાં બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકના રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ મંગળવારે ચાર લોકોની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર મામલે માહિતી આપી છે. ઋષિ સુનકનું ઉત્તર યોર્કશાયરના કિર્બી સિગસ્ટન ગામમાં એક ઘર છે જે તેમણે 2015માં ખરીદ્યું હતું.
Four arrested at Prime Minister’s Kirby Sigston residence ⬇️
We have arrested four people in the grounds of the Prime Minister’s constituency home this afternoon.
Full details here: https://t.co/tETvXcd1tU pic.twitter.com/f35seL0RYH
— North Yorkshire Police (@NYorksPolice) June 25, 2024
BREAKING: Youth Demand and @Pal_action Paint Ministry of Defence
This Ministry does not defend, it murders, and it’s fucking disgusting. We no longer accept the continuation of this death project as the UK allows the funding of arms to Israel
Join us -> https://t.co/rqU3Oswm2K pic.twitter.com/PjdS8zE5l3
— Youth Demand (@youth_demand) April 10, 2024
પોલીસ સમગ્ર મામલે કરી રહી છે તપાસ
નોર્થ યોર્કશાયર પોલીસે જણાવ્યું કે, તેમને મંગળવારે બપોરે આ અંગેની માહિતી મળી હતી. માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી છે. હાલ પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
ગ્રૂપે વીડિયો કર્યો હતો શેર
આ દરમિયાન ‘યુથ ડિમાન્ડ’ નામના એક ગ્રુપે એક વીડિયો શેર કર્યો જેમાં તેનો એક સભ્ય PM સુનકના રહેણાંક સંકુલમાં એક તળાવ પાસે જોવા મળી રહ્યો છે. આ ઘટના બ્રિટનની સામાન્ય ચૂંટણીના એક અઠવાડિયા પહેલા બની છે.
Twitter is the home of ‘free speech’ according to @elonmusk but they’ve still inhibited the reach of this. So here’s a ‘safe for work’ version. You’re welcome! 💩 pic.twitter.com/4Jn0MEwwBg
— Youth Demand (@youth_demand) June 25, 2024
🚨 FOUR DETAINED AFTER SUNAK LAKE DUMP
Despite showing no initial intent to arrest, 4 people, including a Press photographer have been detained by @NYorksPolice.
The two party system is just two cheeks of the same arse. We deserve better! Help us #EndTheShitShow by donating… pic.twitter.com/oeMsbNxip1
— Youth Demand (@youth_demand) June 25, 2024
આ ગ્રૂપ કરી રહ્યું છે વિરોધ
યુથ ડિમાન્ડ ગ્રૂપ વિશે મળતી માહિતી અનુસાર, આ સંગઠન ઈઝરાયેલને બ્રિટનના સમર્થનનો વિરોધ કરે છે. ગ્રૂપ સરકાર પાસે 2021માં આપવામાં આવેલા ઓઈલ અને ગેસ લાઇસન્સ રદ્દ કરવાની પણ માંગ કરી રહ્યું છે.
વડાપ્રધાન સુનકે કરી હતી ટીકા
ઉલ્લેખનીય છે કે, પ્રધાનમંત્રી ઋષિ સુનકે આ વર્ષની શરૂઆતમાં પણ આ ગ્રુપની ટીકા કરી હતી. તે સમયે આ ગ્રુપ સાથે જોડાયેલા લોકોએ લેબર નેતા કીર સ્ટારમરના ઘરે બેનર લટકાવ્યું હતું. જેમાં લખેલું હતું ‘હત્યા બંધ કરો.’ તેને ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધ સાથે જોડવામાં આવી રહ્યું હતું.
આ પણ જુઓ: અંતરિક્ષમાંથી ઘર ઉપર આવી પડી આ વસ્તુ, ઘરમાલિકે NASA વિરુદ્ધ કર્યો કેસ