ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે દિવાળી પહેલા ખાસ કાર્યક્રમની કરી યજમાની

  • PM સુનકના નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે દિવાળી પહેલા ખાસ કાર્યક્રમનું આયોજન
  • “અંધકાર પર પ્રકાશના વિજય”ના તહેવાર એવા દિવાળીની સૌને શુભકામનાઓ પાઠવી

લંડન : દિવાળી પહેલા, બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે તેમના સત્તાવાર નિવાસસ્થાન 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે બુધવારે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કર્યું હતું જ્યાં હિન્દુ સમુદાયના મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બ્રિટિશ વડાપ્રધાન સુનકે બ્રિટન અને વિશ્વભરમાં વસતા હિન્દુ સમુદાયના લોકોને દિવાળીની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ખાસ અવસર પર ડાઉનિંગ સ્ટ્રીટના નિવાસસ્થાન ખાતે PM સુનક અને તેની પત્ની અક્ષતા મૂર્તિ સાથે હિન્દુ સમુદાયના ઘણા લોકો જોડાયા હતા.

 

વડાપ્રધાન ઓફિસ દ્વારા તસવીરો શેર કરવામાં આવી

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X'(ટ્વિટર) પર કેટલીક તસવીરો શેર કરતા, બ્રિટિશ વડાપ્રધાન કાર્યાલયે લખ્યું કે, “આજે રાત્રે, વડાપ્રધાન ઋષિ સુનકે અંધકાર પર પ્રકાશની જીતની ઉજવણીના તહેવાર દિવાળી પહેલા ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે હિન્દુ સમુદાયના મહેમાનોનું સ્વાગત કર્યું.” આ તસવીરોમાં યુકેના પીએમ અને તેમની પત્ની અક્ષતા મૂર્તિ દીવા પ્રગટાવતા જોવા મળી રહ્યા છે અને મોટી સંખ્યામાં લોકો પણ અહીં હાજર છે. બ્રિટનના વડાપ્રધાન કાર્યાલયની પોસ્ટમાં વધુમાં લખ્યું કે, “બ્રિટન અને સમગ્ર વિશ્વમાં આ અઠવાડિયાથી  દિવાળીની ઉજવણી કરી રહેલા દરેકને ‘શુભ દિવાળી’.”

ઉલ્લેખનીય છે કે, આ વર્ષે દિવાળી 12 નવેમ્બરે મનાવવામાં આવશે. દિવાળી, જે પ્રકાશના તહેવાર તરીકે ઓળખાય છે, તે હિન્દુઓ માટે ઊંડું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ ધરાવે છે. તે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશની જીત, અનિષ્ટ પર સારા અને અજ્ઞાન પર જ્ઞાનની જીતનું પ્રતીક છે.

વડાપ્રધાન સુનકે G20 સમિટ દરમિયાન અક્ષરધામ મંદિરની લીધી હતી મુલાકાત

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક પંજાબી મૂળનો છે અને સાઉથેમ્પટનમાં તેનો જન્મ થયો હતો. તે મંદિરમાં નિયમિતપણે જાય છે. G20 સમિટ માટે તેમની તાજેતરની ભારત મુલાકાત દરમિયાન, તેમણે તેમની પત્ની સાથે નવી દિલ્હીના પ્રખ્યાત અક્ષરધામ મંદિરમાં પ્રાર્થના કરી હતી.

આ પણ જુઓ :ઈલોન મસ્કે AI નિયમન અંગે બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક સાથે ચર્ચા કરી

Back to top button