ટોપ ન્યૂઝવર્લ્ડ

બ્રિટિશ PMની ચૂંટણીમાં બેલેટ હેકિંગની ધમકીથી એજન્સીઓ સતર્ક, મતદાનમાં વિલંબ

Text To Speech

ઇન્ટરનેશનલ ડેસ્કઃ બ્રિટનના આગામી વડાપ્રધાનની ચૂંટણીમાં હેકિંગનો ખતરો છે. એક ચેતવણી બાદ કન્ઝર્વેટિવ પાર્ટીના સભ્યો માટેના વોટમાં વિલંબ થયો હોવાના અહેવાલ છે. બોરિસ જોન્સનના રાજીનામા બાદ દેશના પીએમ પદની રેસમાં પૂર્વ નાણા મંત્રી ઋષિ સુનક અને વિદેશ સચિવ લિઝ ટ્રસના નામ આગળ ચાલી રહ્યા હતા. એવા અહેવાલો હતા કે, ટ્રસને આ રેસમાં આગળ ચાલી રહ્યા છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગવર્નમેન્ટ કોમ્યુનિકેશન હેડક્વાર્ટર (GCHQ) જાસૂસી એજન્સીએ ચેતવણી આપી છે કે, સાયબર હેકર્સ બેલેટ બદલી શકે છે. જો કે, તેમાં કોઈ ચોક્કસ જોખમનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી અને સામાન્ય સલાહ આપવામાં આવી હતી. જેમાં મતદાન પ્રક્રિયાને લગતી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

અહેવાલ છે કે, પાર્ટીએ લગભગ 1 લાખ 60 હજાર સભ્યોને પોસ્ટ બેલેટ આપવાના બાકી છે, જે 11 ઓગસ્ટ સુધી આવી શકે છે. ખાસ વાત એ છે કે, પહેલા સોમવારથી મતપત્રો મોકલવાના હતા. ત્યારે ચિંતાના માહોલ વચ્ચે સભ્યોને મત બદલવાની મંજૂરી આપવાની યોજનાને કન્ઝર્વેટિવ પાર્ટીએ છોડી દીધી હતી.

GCHQનો ભાગ એવી નેશનલ સાયબર સિક્યોરિટી સેન્ટર (NCSC)ના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, કન્ઝર્વેટિવ પાર્ટીને સલાહ આપવામાં આવી હતી. યુકેની લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાને સુરક્ષિત રાખવાની છે અને અમે સાયબર સુરક્ષાને માર્ગદર્શન આપવા અને સમર્થન આપવા માટે તમામ સંસદીય રાજકીય પક્ષો, સત્તાવાળાઓ અને સંસદસભ્યો સાથે કામ કરીએ છીએ.

Back to top button