ટોપ ન્યૂઝવર્લ્ડ

બ્રિટિશ પીએમ બોરિસ જોનસને આપ્યું રાજીનામું, 39 મંત્રીઓએ પહેલાં છોડ્યો હતો સાથ

Text To Speech

બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસનની મુશ્કેલી સતત વધતી જોવા મળી રહી છે. પીએમ જોનસન બ્રેક્ઝિટ અને પાર્ટી ગેટ કાંડમાંથી બહાર આવ્યા નથી ત્યાં તેમની કેબિનેટે બળવો કરી દીધો છે. 24 કલાકથી ઓછા સમયમાં ઓછામાં ઓછા 39 મંત્રીઓ અને સંસદીય સચિવોએ રાજીનામું આપ્યું છે. જે પછી આખરે બોરિસ જોનસન પણ રાજીનામુ આપી દીધું છે. એટલું જ નહીં ગૃહમંત્રી પ્રિતી પટેલ અને પરિવહન મંત્રી ગ્રાન્ટ શૅપ્સ સહિત બે ડઝન વરિષ્ઠ મંત્રીઓ બુધવારે પીએમને મળ્યા અને તેમને રાજીનામું આપવા કહ્યું હતું.

કેમ રાજીનામા આપી રહ્યાં છે મંત્રી?
જાણવા મળી રહ્યું છે કે બોરિસ જોનસન કેબિનેટમાં થઈ રહેલા બળવા પાછળ સાંસદ ક્રિસ પ્રિન્ચરનો મામલો છે. પીએમ જોનસને ક્રિસ પિન્ચરને પાર્ટીના ડેપ્યુટી ચીફ વ્હિપ ઓફિસર તરીકે નિયુક્ત કર્યા હતા, જ્યારે તેમના પર 2019માં યૌન દુર્વ્યવહારના આરોપ લાગી ચુક્યા છે. ક્રિસ પિન્ચરના યૌન દુર્વ્યવહારના મામલામાં પાછલા સપ્તાહે કન્ઝર્વેટિવ પાર્ટીના સાસંદથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. રાજીનામા આપનારા મંત્રીઓનો આરોપ છે કે બોરિસ જોનસને ક્રિસ પિન્ચર પર લાગેલા આરોપોને જાણવા છતાં તેમને પાર્ટીમાં મોટા પદ પર નિમણૂક આપી. તો પીએમ જોનસને પિન્ચરની નિમણૂકને લઈને જાહેરમાં માફી માંગી લીધી છે.

PM પાર્ટીની હારનો ડર બતાવે છે
અલગ થનાર મંત્રીઓની વધતી સંખ્યા હોવા છતાં, જોહ્ન્સન પદ છોડવા તૈયાર નથી. PMનું કહેવું છે કે તેમના રાજીનામાને કારણે ટૂંક સમયમાં ચૂંટણી યોજવી પડશે, જેમાં ટોરીને હારનો સામનો કરવો પડી શકે છે. જોકે, પક્ષની સંપર્ક સમિતિની બેઠકમાં તેમણે વહેલી ચૂંટણી કે રાજીનામાના પ્રશ્નોને ટાળ્યા હતા.

Back to top button