ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

વિમાનને ઉડાવાની ધમકી આપનાર બ્રિટિશ-ભારતીય વિદ્યાર્થી કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર

  • હું તાલિબાનનો સભ્ય છું અને વિમાનને બોમ્બથી ઉડાવી દેવાનો છું : આદિત્ય વર્મા

લંડન, 28 જાન્યુઆરી: સ્પેનિશ અદાલતે 2022માં મિત્રો સાથે પોતાને તાલિબાનનો સભ્ય ગણાવીને મજાકમાં અરાજકતા ફેલાવવા અને લંડનના ગેટવિકથી સ્પેનના મેનોર્કા સુધીની ફ્લાઈટમાં બોમ્બમારો કરવાની યોજના બનાવવાની મજાક કરનાર બ્રિટિશ-ભારતીય વ્યક્તિને નિર્દોષ જાહેર કર્યો છે. સ્પેનિશ રાજધાનીમાં આવેલી નેશનલ કોર્ટમાં આયોજિત ટ્રાયલના ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો કે, આરોપીને કોઈપણ ગેરરીતિમાંથી મુક્તિ આપવી જોઈએ. આદિત્ય વર્માએ જુલાઇ 2022માં તેના મિત્રોને મજાકમાં કહ્યું હતું કે, હું વિમાનને બોમ્બથી ઉડાવાનો છું. હું તાલિબાનનો સભ્ય છું.”

 

ખાનગી સ્નેપચેટ ગ્રુપમાં મેસેજ કરી મજાક ઉડાવી હતી

અહેવાલ મુજબ, બ્રિટિશ-ભારતીય આદિત્ય વર્માએ કહ્યું હતું કે, તેણે એક ખાનગી સ્નેપચેટ ગ્રુપમાં આ મજાક કરી હતી પરંતુ ક્યારેય ‘મુશ્કેલી ઊભી કરવાનો ઈરાદો નહોતો’ મેડ્રિડમાં એક ન્યાયાધીશે શુક્રવારે ચુકાદો આપ્યો હતો કે, “એવા કોઈ વિસ્ફોટકો મળી આવ્યા નથી જેનાથી કોઈને પણ લાગે કે કોઈ વાસ્તવિક ખતરો હોય.” ઘટનાના દોઢ વર્ષ બાદ સોમવારે સ્પેનિશ રાજધાનીમાં નેશનલ કોર્ટમાં સુનાવણી દરમિયાન ન્યાયાધીશે ચુકાદો આપ્યો હતો કે, કેન્ટના ઓર્પિંગ્ટનના રહેવાસી વર્માને ગેરરીતિમાંથી નિર્દોષ જાહેર કરવામાં આવે છે.”

 

18 વર્ષના આદિત્ય વર્માની કરવામાં આવી હતી ધરપકડ

પ્લેનમાં ચઢતા પહેલા તેણે મિત્રોને જે મેસેજ મોકલ્યો હતો તેને બ્રિટનના સુરક્ષા વિભાગે પકડ્યો હતો. ત્યારપછી તેણે આ સંદેશ સ્પેનિશ સત્તાવાળાઓને મોકલ્યો જ્યારે EasyJet એરક્રાફ્ટ આકાશમાં હતું. જેને પગલે બે સ્પેનિશ F-18 ફાઈટર પ્લેન રવાના કરવામાં આવ્યા હતા. આમાંથી એક ફાઈટર પ્લેન ઈઝીજેટ એરક્રાફ્ટની સાથે મેનોર્કા પહોંચ્યું હતું, જ્યાં એરપોર્ટ પર ઉતર્યા બાદ તેની શોધખોળ કરવામાં આવી હતી. વર્મા, જે તે સમયે 18 વર્ષનો હતા, તેની ધરપકડ કરવામાં આવી હતી અને તેને બે દિવસ માટે સ્પેનિશ પોલીસ સેલમાં રાખવામાં આવ્યો હતો. બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

આ પણ જુઓ: કચ્છમાં સીવીડ પ્રોસેસિંગ થાય એ દિશામાં કામગીરી કરવામાં આવશેઃ પુરષોત્તમ રુપાલા

Back to top button