મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાતે બ્રિટીશ હાઈકમિશનર ટુ ઈન્ડીયા શ્રીયુત એલેક્ષ એલીસ
- ગુજરાતના ફાયનાન્સિયલ મેનેજમેન્ટ એજ્યુકેશન સેક્ટર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ વિશેની સિધ્ધિઓથી પ્રભાવિત થતા બ્રિટીશ હાઈકમિશન
- મુખ્યમંત્રીએ વાયબ્રન્ટ સમિટ-૨૦૨૪માં સહભાગી થવા આમંત્રણ પાઠવ્યું
- ગ્રીન ગ્રોથ-રીન્યુએબલ એનર્જી-હાઈબ્રિડ એનર્જી સેક્ટરમાં ગુજરાતની અગ્રેસરતાની જાણકારી આપી
- મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યુ.કે મુલાકાત માટે બ્રિટીશ હાઈકમિશનરનું નિમંત્રણ
મુખ્યમંત્રી સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠક દરમ્યાન બ્રિટીશ હાઈકમિશનરએ ગુજરાતના ફાયનાન્સિયલ મેનેજમેન્ટ, એજ્યુકેશન, હાયર એજ્યુકેશન તથા ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં જે સિધ્ધિઓ મેળવી છે તે વિશે જાણવામાં ઉત્સુકતા દાખવી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સંદર્ભમાં કહ્યું કે, ગુજરાતે આ વર્ષે બજેટની સાઈઝમાં ૨૩ ટકાનો વધારો કર્યો છે અને અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ આપ્યું છે. એટલું જ નહિ, ઝડપથી વિકાસ દર હાંસલ કરવા માટે કેપિટલ એક્સ્પેન્ડીચરમાં ૯૨ ટકાની વૃદ્ધિ કરેલી છે.ભૂપેન્દ્ર પટેલે રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ ગુજરાત પાસે હોવાને કારણે દેશ-વિદેશના વેપાર ઉદ્યોગકારો માટે ગુજરાત બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઈન્વેસ્ટમેન્ટ બન્યું છે તેમ પણ ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ એજ્યુકેશનને લગતી આ માહિતી
એજ્યુકેશન સેક્ટરમાં સ્માર્ટ સ્કુલના કોન્સેપ્ટથી સ્કુલ એજ્યુકેશનમાં ખાસ કરીને ટ્રાઈબલ એરિયામાં નવા પરિમાણો ઉમેરાયા છે તેની વિસ્તૃત ભૂમિકા મુખ્યમંત્રીએ આપી હતી.બાળકોની હાજરીનાં ઓનલાઈન મૂલ્યાંકન માટે વિદ્યા સમીક્ષા કેન્દ્ર, ઉચ્ચ શિક્ષણ માટે વિદેશની યુનિવર્સિટીઓ સાથે કોલોબરેશન અંગે પણ મુખ્યમંત્રીએ વાતચીત કરી હતી. બ્રિટનની એડીન બર્ગ યુનિવર્સિટી ગુજરાતમાં બાયોટેકનોલોજીના ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સહભાગી બની છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું.
હાઈકમિશનર એજ્યુકેશન સેક્ટરમાં ગુજરાતની આ બધી જ પહેલથી પ્રભાવિત થયા
બ્રિટીશ હાઈકમિશનર શ્રીયુત એલેક્ષ એલીસનું ફેમીલી બેકગ્રાઉન્ડ એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલું હોવાનો વિશેષ ઉલ્લેખ કરતાં હાઈકમિશનર એજ્યુકેશન સેક્ટરમાં ગુજરાતની આ બધી જ પહેલથી પ્રભાવિત થયા હતા.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમને ગુજરાતે ગ્રીન ગ્રોથ-રીન્યુએબલ એનર્જી અને હાઈબ્રીડ એનર્જી સેક્ટરમાં અગ્રેસરતા મેળવી છે તેની પણ જાણકારી આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ક્લાયમેટ ચેન્જનું અલાયદુ ડિપાર્ટમેન્ટ કાર્યરત કરવાની કરેલી પહેલ તેમજ ચારણકામાં વિશાળ સોલાર પાર્ક સ્થાપીને સોલાર એનર્જીના મહત્તમ ઉપયોગ માટેની પ્રેરણા આપી છે તેની પણ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે વિગતો આપી હતી.
આ પણ વાંચો : મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને રાહત આપવાની સાથે સુપ્રીમ કોર્ટે મહત્તમ સજા પર ઉઠાવ્યા સવાલ
આગામી ઓલમ્પિક ગેમ્સ ગુજરાતમાં યોજાવાની છે તેને લગતી જાણકારી આપી
૨૦૩૦ સુધીમાં ગ્રીન એનર્જીના વધુ ઉપયોગ તથા ગ્રીન ક્લીન એન્વાયરમેન્ટ માટેના વડાપ્રધાનના લક્ષમાં પણ ગુજરાત સિંહફાળો આપવા સજ્જ છે એમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આગામી ઓલમ્પિક ગેમ્સ ગુજરાતમાં યોજાવાની છે તે સંદર્ભમાં ઓલમ્પિક નગર અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિષયમાં બ્રિટનની જે તજજ્ઞતા અને આ ગેમ્સના આયોજનનો બહોળો અનુભવ છે તેનો લાભ ગુજરાતને કઈ રીતે મળે તે અંગે પણ પરામર્શ કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથેની આ શુભેચ્છા મુલાકાત બેઠક દરમ્યાન બ્રિટીશ હાઈકમિશનરે ગુજરાતના કલ્ચર, ટ્રેડિશન, વોટર મેનેજમેન્ટ જેવાં સેક્ટર્સ અને ગિફ્ટ સિટિ અંગે જાણવામાં ઊંડો રસ દાખવ્યો હતો.
આ અધિકારીઓ પણ રહ્યા ઉપસ્થિત
જાન્યુઆરી-૨૦૨૪માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની ૧૦મી એડીશનમાં યુ.કે ડેલિગેશનને જોડાવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આમંત્રણ પાઠવ્યું હતું.બ્રિટીશ હાઈકમિશનરએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને યુ.કે.ની મુલાકાત માટે ભાવભર્યું નિમંત્રણ આપ્યું હતું.આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીનાં મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, ઉદ્યોગના અધિક મુખ્યસચિવ એસ.જે. હૈદર તેમજ ઉદ્યોગ કમિશનર સંદીપ સાંગલે પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : મોદી સરનેમ કેસમાં રાહુલ ગાંધીને રાહત પર પુર્ણેશ મોદીએ શું કહ્યું ?