ટોપ ન્યૂઝવર્લ્ડ કપસ્પોર્ટસ

લખનૌમાં શમી-બુમરાહના વાવાઝોડામાં અંગ્રજો ઉડ્યા, છઠ્ઠી જીત સાથે ભારતની સેમી ફાઈનલમાં એન્ટ્રી

Text To Speech

ICC ODI વર્લ્ડ કપ 2023માં ભારતીય ટીમનો વિજય રથ ધમાકેદાર રીતે ચાલુ છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ભારતીય ટીમે રવિવારે (29 ઓક્ટોબર)ના રોજ તેની છઠ્ઠી મેચ જીતી હતી. લખનૌમાં રમાયેલી આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો 100 રનથી પરાજય થયો હતો. મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 9 વિકેટે 229 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ સૌથી વધુ 87 રનની ઇનિંગ રમી હતી. જ્યારે સૂર્યકુમાર યાદવે 49 રન અને કેએલ રાહુલે 39 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ડેવિડ વિલીએ 3 વિકેટ ઝડપી હતી. જ્યારે ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને 2-2 સફળતા મળી હતી.

ઈંગ્લેન્ડની ખરાબ શરૂઆત રહી

આ પછી 230 રનના લક્ષ્‍યાંકનો પીછો કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમ શરૂઆતથી જ લથડતી જોવા મળી હતી અને 129 રનના સ્કોર પર તૂટી પડી હતી. જોસ બટલરની કેપ્ટનશીપવાળી ઈંગ્લેન્ડની ટીમ માત્ર 34.5 ઓવર જ રમી શકી હતી. ટીમ માટે લિયામ લિવિંગસ્ટોને સૌથી વધુ 27 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તરફથી મોહમ્મદ શમીએ 4 અને જસપ્રિત બુમરાહે 3 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમ 6 મેચ જીત્યા બાદ 12 પોઈન્ટ સાથે સેમીફાઈનલની ઉંબરે પહોંચી ગઈ છે. હવે જીત તેનું સ્થાન નિશ્ચિત કરશે. બીજી તરફ ઈંગ્લેન્ડ 6 મેચમાં 5 હાર સાથે સેમીફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું છે.

ભારતે 20 વર્ષ બાદ વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડને હરાવ્યું

આ સાથે જ ODI વર્લ્ડ કપમાં ભારતીય ટીમે 20 વર્ષ બાદ ઈંગ્લેન્ડ સામે જીત નોંધાવી છે. આ પહેલા 2003ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમને 82 રને હાર મળી હતી. આ પછી 3 મેચ રમાઈ. 2011માં મેચ ટાઈ થઈ હતી. જ્યારે 2019માં ઈંગ્લેન્ડે 31 રનથી હરાવ્યું હતું. પરંતુ હવે ત્રીજી મેચમાં ભારતે શાનદાર રીતે જીત મેળવી હતી.

Back to top button