બ્રિટનના કિંગ ચાર્લ્સને થયું કેન્સર, 8 મહિના પહેલા થઈ હતી તાજપોશી
લંડન (યુનાઇટેડ કિંગ્ડમ), 06 ફેબ્રુઆરી: બ્રિટનના કિંગ ચાર્લ્સ III કેન્સરથી પીડિત છે અને તેમની સારવાર શરૂ થઈ ચૂકી છે. બકિંગહામ પેલેસે સોમવારે આ માહિતી આપી હતી. લંડનમાં બકિંગહામ પેલેસ એ બ્રિટિશ રાજવી પરિવારનું સત્તાવાર નિવાસસ્થાન છે. છે. બકિંગહામ પેલેસે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે 75 વર્ષીય રાજા ચાર્લ્સને તાજેતરમાં પ્રોસ્ટેટની સારવાર દરમિયાન કેન્સર હોવાનું જાણવા મળ્યું હતું. જો કે, આ પ્રોસ્ટેટ કેન્સર નથી. નિવેદનમાં એ વાતનો ખુલાસો થયો નથી કે રાજા ચાર્લ્સ III કયા કેન્સરથી પીડિત છે. પરંતુ એવું કહેવામાં આવ્યું છે કે ચાર્લ્સ તેમની સારવાર અંગે સંપૂર્ણ રીતે હકારાત્મક છે અને શક્ય તેટલી વહેલી તકે સંપૂર્ણ સ્વસ્થ થઈને જાહેર જીવનમાં પાછા ફરશે.
A statement from Buckingham Palace: https://t.co/zmYuaWBKw6
📷 Samir Hussein pic.twitter.com/xypBLHHQJb
— The Royal Family (@RoyalFamily) February 5, 2024
બકિંગહામ પેલેસે નિવેદન જારી કર્યું
સાત દાયકાથી વધુ સમયની રાહ જોયા પછી, કિંગ ચાર્લ્સ બ્રિટનના રાજા બન્યા છે અને તેમના શાસનને 8 મહિના કરતાં પણ ઓછા સમયમાં તેમને કેન્સર હોવાનું જાણવા મળ્યું છે. બકિંગહામ પેલેસે સોમવારે એ પણ જણાવ્યું કે, 75 વર્ષીય કિંગ ચાર્લ્સની સારવારને કારણે અસ્થાયી રૂપે તમામ જાહેર કાર્યક્રમો હાલ પૂરતા મુલતવી રખાયા છે અને શક્ય તેટલી વહેલી તકે જાહેર કાર્યક્રમોમાં પાછા ફરવાની અપેક્ષા છે.
પીએમ મોદીએ કિંગ ચાર્લ્સ IIIના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી
I join the people of India in wishing speedy recovery and good health to His Majesty King Charles III. https://t.co/86mKg9lE1q
— Narendra Modi (@narendramodi) February 6, 2024
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે તેમના અને ભારતના લોકો તરફથી મહામહિમ રાજા ચાર્લ્સ IIIના ઝડપી સ્વસ્થ્ય અને સારા સ્વાસ્થ્ય માટેની કામના કરી હતી. શાહી પરિવાર દ્વારા રાજાને કેન્સરથી પીડિત હોવાના પોસ્ટના જવાબમાં, પીએમ મોદીએ X પર પોસ્ટ કરીને લખ્યું કે, “હું મહામહિમ રાજા ચાર્લ્સ IIIની ઝડપી સ્વસ્થ અને સારા સ્વાસ્થ્યની કામનામાં ભારતના લોકો સાથે જોડાઉં છું.”
બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે પણ ટ્વિટ કર્યું
Wishing His Majesty a full and speedy recovery.
I have no doubt he’ll be back to full strength in no time and I know the whole country will be wishing him well. https://t.co/W4qe806gmv
— Rishi Sunak (@RishiSunak) February 5, 2024
બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે રાજા ચાર્લ્સના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરી છે. ઋષિ સુનકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું, કિંગ ચાર્લ્સ ઝડપથી સાજા થાય અને સંપૂર્ણ સ્વસ્થ થાય તેવી ઈચ્છા રાખું છું. મને અપેક્ષા છે કે, તે ટૂંક સમયમાં સ્વસ્થ થઈને તાકાત સાથે પાછા આવશે. આ ઉપરાંત, ભૂતપૂર્વ બ્રિટિશ વડા પ્રધાનો લિઝ ટ્રુસ, બોરિસ જ્હોન્સન અને સર ટોની બ્લેર પણ જલ્દી સ્વસ્થ થવાની આશા વ્યક્ત કરી હતી.
આ પણ વાંચો: મોરારી બાપુની રામ કથામાં પહોંચ્યા ઋષિ સુનક, કહ્યું- હું વડા પ્રધાન નહીં, હિન્દુ બનીને આવ્યો છું