ટોપ ન્યૂઝવર્લ્ડ

ફ્રાન્સમાં પેન્શન સુધારાના વિરોધ વચ્ચે બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાની પેરિસની મુલાકાત મોકૂફ

Text To Speech

ફ્રાન્સમાં પેન્શન સુધારાના વિરોધ વચ્ચે બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજાની પેરિસની મુલાકાત મોકૂફ રાખવામાં આવી છે. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલના કાર્યાલય તરફથી એક નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. 28 માર્ચ મંગળવારના રોજ ફ્રાંસમાં પેન્શન સુધારા વિરુદ્ધ દેશવ્યાપી દેખાવોની જાહેરાતને ધ્યાનમાં રાખીને કિંગ ચાર્લ્સ III ની મુલાકાત મોકૂફ રાખવામાં આવશે, એમ નિવેદનમાં જણાવાયું છે. કિંગની આ દેશની મુલાકાત 26 થી 29 માર્ચ સુધી નિર્ધારિત હતી.

ફરીથી મુલાકાત ગોઠવવામાં આવશે

કિંગ ચાર્લ્સ બુધવારે જર્મની જતા પહેલા રાજા તરીકેની તેમની પ્રથમ રાજ્ય મુલાકાત માટે રવિવારે ફ્રાન્સ આવવાના હતા. રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન અને કિંગ ચાર્લ્સ III વચ્ચે આજે સવારે ટેલિફોન વાતચીત બાદ, ફ્રેન્ચ અને બ્રિટિશ સરકારોએ તે શરતો હેઠળ કિંગ ચાર્લ્સ III નું સ્વાગત કરવાનો નિર્ણય લીધો તેમ રાષ્ટ્રપતિ કાર્યાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે. જે અમારા મિત્રતાના સંબંધોને અનુરૂપ છે. આ રાજ્ય મુલાકાત વહેલી તકે પુનઃનિર્ધારિત કરવામાં આવશે.

શા માટે થઈ રહ્યા છે દેખાવો ?

રાષ્ટ્રપતિ મેક્રોને વડા પ્રધાન એલિઝાબેથ બોર્નને વિશેષ બંધારણીય શક્તિનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. તેમના આદેશ પછી, નિવૃત્તિની ઉંમર 62 થી વધારીને 64 કરવાના બહુ વિવાદાસ્પદ બિલને સંસદે મતદાન કર્યા વિના મંજૂર કરી દીધું હતું. ત્યારથી દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે. દેશના ગૃહ પ્રધાન ગેરાલ્ડ ડારમાનિને ગુરુવારે સાંજે જણાવ્યું હતું કે 149 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે અને 172 લોકોની ધરપકડ કરવામાં આવી છે, યુનિયનના નેતાઓએ જાહેર અભિપ્રાયને પ્રભાવિત કરવા માટે અહિંસક વિરોધની હાકલ કરી, પરંતુ સમગ્ર ફ્રાન્સમાં વિરોધીઓએ કૉલને અવગણ્યો અને પોલીસ સાથે ઘર્ષણ કર્યું હતું. દેખાવકારોએ અનેક શહેરોમાં આગ લગાવી હતી.

Back to top button