બ્રિટનના હિન્દુ સમુદાયે UKની ચૂંટણી માટે પોતાનો મેનિફેસ્ટો જાહેર કર્યો
- હિન્દુ વિરોધી નફરતને ધાર્મિક અપરાધ તરીકે માન્યતા આપવાની માંગ
- કેટલાક સંસદીય ઉમેદવારો પણ મેનિફેસ્ટોને સમર્થન આપતાં હોવાનો હિન્દુ સમુદાયનો દાવો
લંડન, 11 જૂન: બ્રિટેનમાં 4 જુલાઈએ યોજાનારી સામાન્ય ચૂંટણી પહેલા, યુનાઈટેડ કિંગડમમાં હિંદુ સંગઠનોએ શનિવારે “ધ હિંદુ મેનિફેસ્ટો યુકે 2024” લોન્ચ કર્યું છે, જેમાં હિન્દુ-વિરોધી નફરતને ધાર્મિક દ્વેષપૂર્ણ અપરાધ તરીકે માન્યતા આપવાની માંગ કરવામાં આવી છે. 8મી જૂને જાહેર કરાયેલા મેનિફેસ્ટોમાં સંસદીય ઉમેદવારો અને ભાવિ સરકારની સાત મુખ્ય માગણીઓ દર્શાવવામાં આવી છે.
હિન્દુ સમુદાય દ્વારા ચૂંટણી પહેલા શું-શું માગણી કરવામાં આવી?
હિન્દુ-વિરોધી નફરતને ધાર્મિક દ્વેષપૂર્ણ અપરાધ તરીકે માન્યતા આપવા ઉપરાંત, ચૂંટણી ઢંઢેરામાં સમાવિષ્ટ છ માંગણીઓ જેવી કે હિન્દુ ધર્મસ્થાનોનું રક્ષણ, ન્યાયી શિક્ષણની પ્રણાલી, હિન્દુઓ માટે સમાન પ્રતિનિધિત્વ અને તકો, ઇમિગ્રેશનને સુવ્યવસ્થિત કરવું, આરોગ્ય સંભાળ અને સામાજિક સંભાળ, ધાર્મિક મૂલ્યોને સ્વીકારવા અને તેનું રક્ષણ કરવું.
મેનિફેસ્ટોમાં અનેક સંસદીય ઉમેદવારોના સમર્થનનો દાવો કરવામાં આવ્યો છે. હિન્દુ સંગઠનોએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “મેનિફેસ્ટો યુકે હિન્દુ સમુદાયનો એકીકૃત અવાજ રજૂ કરે છે કારણ કે વિવિધ પૃષ્ઠભૂમિ અને પ્રદેશોના પ્રતિનિધિઓ સાત ખાતરીઓના સમર્થનમાં એક સાથે આવે છે.” આ દસ્તાવેજ તમામ ઉમેદવારોને પોતપોતાના મતવિસ્તારમાં હિંદુ સમુદાયને ટેકો આપવાનું કહે છે.
આ વર્ષની શરૂઆતમાં, યુકેમાં 200થી વધુ હિન્દુ જૂથોએ અયોધ્યામાં ભગવાન રામની મૂર્તિના પ્રાણ-પ્રતિષ્ઠાની ઉજવણી કરી હતી, એવી આશા વ્યક્ત કરી હતી કે, યુકે આ પ્રસંગને યાદ કરશે. જૂથોએ જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક ક્ષણ પાંચ સદીઓના સમર્પિત પ્રયત્નોની પરાકાષ્ઠા છે.
આ પણ જુઓ: WWDC 2024: AIની દુનિયામાં iPhoneની એન્ટ્રી, એપલ ઇન્ટેલિજન્સના ફીચર્સ કરી દેશે દંગ