

લંડનઃ ઋષિ સુનક બ્રિટનના પહેલા ભારતવંશી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. 42 વર્ષના ઋષિ સુનકને ક્રિકેટ રમવું ગમે છે. તેમજ તેઓ મંદિરે પણ અવારનવાર જાય છે. જુઓ ભારતવંશી પ્રથમ હિન્દુ બ્રિટનના વડાપ્રધાનની કેટલીખ ખાસ તસવીરો

ભારતીય મૂળના ઋષિ સુનક બ્રિટનના નવા વડાપ્રધાન બનશે. બ્રિટનના ઈતિહાસમાં આ પહેલી વખત છે કે કોઈ ભારતવંશી વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. સુનકને સૌથી વધુ સાંસદોનું સમર્થન છે. બ્રિટનના નવા વડાપ્રધાન તરીકે પસંદ થતા ઋષિ સુનકે ઈતિહાસ રચી દીધો છે.

ઋષિ સુનક ભલે જ યોર્કશાયરથી સાંસદ છે પરંતુ તેમના દિલમાં ભારત વસે છે. સુનકને બ્રિટિશ સંસદમાં ભગવદ્ ગીતા પર હાથ રાખીને શપથ લીધા હતા. આવું કરનારા તેઓ બ્રિટનના પહેલા સાંસદ હતા.
સુનકને મંદિરે જવું પસંદ છે. સુનકે પોતાના એક નિવેદનમાં કહ્યું હતું કે- ભગવદ્ ગીતા હંમેશા તેમણે તણાવપૂર્ણ સ્થિતિઓમાં આરામ આપે છે. ઋષિ પોતાની પત્ની અને બે બાળકોની સાથે પોતાના સાસરે બેંગલુરુ

આવે છે.

ઋષિ સુનક બ્રિટનના અમીર લોકોમાં ગણાય છે. તેમની કુલ સંપત્તિ 700 મિલિયન પાઉન્ડથી વધુ છે. યોર્કશાયરમાં એક હવેલી ઉપરાંત ઋષિ અને તેમના પત્ની અક્ષતાની પાસે મધ્ય લંડનના કેન્ગિસ્ટનમાં પણ સંપત્તિ છે.
સુનકને બે પુત્રી છે, કૃષ્ણા અને અનુષ્કા. સુનક બંને દીકરીઓને ખૂબ જ પ્રેમ કરે છે અને તેમનું કહેવું છે કે આ બંને મને વ્યસ્ત રાખે છે અને અમારા માટે કોઈ આશીર્વાદથી કમ નથી.

સુનક પહેલી વખત વર્ષ 2015માં રિચમંડ (યોર્ક)થી સાંસદ તરીકે ચૂંટાયા હતા, અને વર્ષ 2017 તેમજ 2019માં ફરીથી સાંસદ બન્યા હતા.
સુનકને ફિટ રહેવું પસંદ છે તેથી તેઓ પોતાના ખાલી સમયમાં ક્રિકેટ, ફુટબોલ રમવું અને ફિલ્મ જોવાનું પસંદ કરે છે.

12 મે 1980નાં દિવસે ઋષિ સુનકનો જન્મ સાઉથેમ્પટન જનરલ હોસ્પિટલમાં થયો હતો. તેઓ પિતા યશવીર અને માતા ઉષા સુનકના પહેલી સંતાન છે.

ઋષિ સુનકનો જન્મ એક હિન્દુ પરિવારમાં થયો હતો તેથી મંદિર જવાની ટેવ તેમણે નાનપણથી જ છે. સાઉથૈમ્પ્ટનના હિન્દુ વૈદિક સોસાયટી મંદિર સાથે તેમને ગાઢ સંબંધ છે કેમકે તેમના દાદા રામદાસ સુનક આ મંદિરના ફાઉન્ડિંગ મેમ્બર હતા.