બોરિસ જોન્સન જીત્યા અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો- પ્રસ્તાવ જીત્યા બાદ શું બોલ્યા PM ?
બ્રિટનના પીએમ બોરિસ જોન્સને અવિશ્વાસ પ્રસ્તાવ જીતી લીધો છે. બોરિસ જોનસન અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા બાદ પીએમ તરીકે યથાવત્ રહેશે. પીએમ બોરિસ જોન્સને આ જીતને નિર્ણાયક ગણાવી છે. અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા બાદ પીએમ બોરિસ જોન્સને કહ્યું કે આ નિર્ણાયક અને ખૂબ જ સકારાત્મક પરિણામો છે. 148 સાંસદોએ બોરિસ જ્હોન્સનની વિરુદ્ધમાં જ્યારે 211 સાંસદોએ તેમની તરફેણમાં મતદાન કર્યું હતું.
બોરિસ જોન્સનની પોતાની પાર્ટીના સભ્યોએ તેમના રાજીનામાની માંગ કરી હતી. કોરોના મહામારી દરમિયાન બોરિસ જોન્સનનો પાર્ટી કરવાનો વીડિયો સામે આવ્યો હતો, ત્યારબાદ તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. બોરિસ જોન્સન પર કોરોના મહામારીમાં લોકડાઉન દરમિયાન પાર્ટી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. તેમના પર લોકડાઉનનો ભંગ કરવાનો પણ આરોપ હતો.
અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા બાદ જોન્સને શું કહ્યું?
બોરિસ જોન્સને અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા બાદ તેને નિર્ણાયક ગણાવ્યું છે. બોરિસ જોન્સનને 148 મત સામે 211 મત મળ્યા. આ અવિશ્વાસ પ્રસ્તાવ જોન્સનની કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદો દ્વારા લાવવામાં આવ્યો હતો. અવિશ્વાસ પ્રસ્તાવ જીત્યા બાદ તેમણે કહ્યું કે “આ ખૂબ જ નિર્ણાયક અને સકારાત્મક પરિણામ છે. અમે સરકાર તરીકે આગળ વધી શકીએ છીએ અને લોકો માટે ખરેખર મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ.”
હવે PM કઈ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે?
બ્રિટનના પીએમ બોરિસ જોન્સને કહ્યું કે” અમે આ વાત પર ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ કે આપણે લોકોની મદદ કરવા માટે શું કરી શકીએ છીએ? અમે કોરોના સામેની લડાઈમાં આગળ શું કરી રહ્યા છીએ? રસ્તાઓ અને સમુદાયોને વધુ સુરક્ષિત બનાવવા માટે આપણે શું કરી શકીએ? આ પરિણામોએ અમને એક તક આપી છે કે અમે આ તમામ બાબતોને પાછળ છોડી દેવા ઈચ્છીએ છીએ જેને મીડિયાલ આગળ રાખવા માગે છે.