હિન્દુ નવુ વર્ષ શરૂ થતા પહેલા ઘરમાં લઇ આવો આ શુભ વસ્તુઓઃ કિસ્મતના દ્વાર ખુલી જશે
હિંદુ નવ વર્ષ વિક્રમ સંવત 2080, 22 માર્ચ બુધવારથી શરૂ થશે. એવું કહેવાય છે કે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની એકમે કરી હતી. જ્યોતિષીઓનું કહેવુ છે કે હિંદુ નવુ વર્ષ શરૂ થતા પહેલા ઘરમાં કેટલીક શુભ વસ્તુઓ લઇને રાખવામાં આવે તો તે ઉત્તમ ફળ આપે છે. ઘરમાં આ શુભ વસ્તુઓ રાખવાથી તમને આખુ વર્ષ સુખ સમૃદ્ધિ મળશે.
લઘુ નારિયેળ
હિંદુ નવવર્ષ પહેલા તમે લઘુ નારિયેળ ઘરમાં લઇને આવી શકો છો. આ નારિયેળને લપેટીને તિજોરીમાં રાખી દો. તેને ઘરમાં રાખવાથી ધન, સમૃદ્ધિ જળવાયેલી રહે છે અને લઘુ નારિયેળના અન્ય પ્રયોગ પણ છે.
તુલસીનો છોડ
હિંદુ નવવર્ષ પર તમે તુલસીનો છોડ ઘરે લાવી શકો છો. ઘરમાં કોઇ પણ પ્રકારનો ઇન્ડોર પ્લાન્ટ લગાવવો શુભ માનવામાં આવે છે. તમે તુલસી લઇ આવો, તે અત્યંત શુભ માનવામાં આવે છે.
લાફિંગ બુદ્ધા
લાફિંગ બુદ્ધાને ઘરમાં પૈસાના બંડલ સાથે રાખવાને ચીનમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. લાફિંગ બુદ્ધાને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે, પરંતુ યાદ રાખો કે લાફિંગ બુદ્ધાની પ્રતિમા અઢી ઈંચથી મોટી ન હોવી જોઈએ. આ પ્રતિમા રાખવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી નહીં રહે.
ધાતુનો કાચબો
વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં ધાતુથી બનેલ માછલી અથવા કાચબા રાખવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તેનાથી ઘરની બધી પરેશાનીઓ દૂર થાય છે અને ઘરમાંલક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. ઘરે લક્ષ્મીનું આગમન થતાં બરકત આવવા લાગે છે.
મોરપિંછ
ભગવાન શ્રીકૃષ્ણને મોરના પીંછા પ્રિય છે અને તેને ઘરમાં રાખવાથી સકારાત્મક ઉર્જા તેમજ સમૃદ્ધિ મળે છે. તેથી દરેક વ્યક્તિએ પૂજા ગૃહમાં મોરનાં પીંછા મુકવા જોઇએ. તે તમારા માટે લાભદાયક બની શકે છે.
શંખ
શંખ મુખ્ય રીતે એક સમુદ્રી જીવ હોય છે. પૌરાણિક રીતે શંખની ઉત્પત્તિ સમુદ્રથી થયેલી માનવામાં આવે છે. કોઇક જગ્યાએ તેને લક્ષ્મીજીનો ભાઇ પણ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યાં શંખ હોય છે ત્યાં લક્ષ્મી આવે છે. માંગલિક કાર્યોના અવસર પર અને ધાર્મિક ઉત્સવોમાં શંખ વગાડવાનું એટલે જ શુભ માનવામાં આવે છે
ધાતુનો હાથી
હિંદુ નવવર્ષ શરુ થતા પહેલા તમે ઘાતુમાંથી બનેલો હાથી પણ ઘરમાં લઇને આવી શકો છો. તેનાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે અને ખરાબ શક્તિઓનો નાશ થાય છે. નવા વર્ષે ઠોસ ચાંદીમાંથી બનેલા હાથીની પ્રતિમાં ખરીદો. હાથી રાખવાથી ઘરમાં સુખ-શાંતિ આવશે.
આ પણ વાંચોઃ બોલિવુડમાં ફરી ચાલ્યો સિક્વલનો ટ્રેન્ડઃ સલમાન, અક્ષય, રણબીરથી લઇને અનેક સ્ટાર્સ લાઇનમાં