નવરાત્રિ પર ઘરમાં લાવો આ શુભ વસ્તુઓઃ આવશે સુખ સમૃદ્ધિ
- ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિના નવ દિવસમાં મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા થાય છે. માતાની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. આ પાવન દિવસોમાં સવાર સાંજ આરતી અને મંત્રોચ્ચાર કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બનેલું રહે છે
હિન્દુ ધર્મમાં નવરાત્રિનું એક અલગ જ મહત્ત્વ છે. દર વર્ષે શારદીય નવરાત્રિ આસો મહિનાની એકમથી શરૂ થાય છે અને નોમ સુધી મનાવવામાં આવે છે. આ દરમિયાન મા દુર્ગાના નવ અવતારોની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવે છે. આ વર્ષે શારદીય નવરાત્રિની શરૂઆત 15 ઓક્ટોબર, 2023 ને રવિવારથી થઇ રહી છે. જો તમે મા દુર્ગાના આશીર્વાદ મેળવવા ઇચ્છતા હો તો કેટલીક વસ્તુઓને ખરીદીને ઘરે જરૂર લાવો. એવું કહેવાય છે કે આ વસ્તુઓને ઘરે લાવવાથી મા દુર્ગાનું ઘરમાં આગમન થાય છે. આ સાથે તમારા જીવનની તમામ પરેશાનીઓનો અંત આવે છે. નવરાત્રિમાં કઇ વસ્તુઓ ઘરે લાવવી શુભ માનવામાં આવે છે તે જાણો.
શારદીય નવરાત્રિમાં આ વસ્તુઓ ઘરે લાવવી શુભ
મા દુર્ગાની પ્રતિમા
શારદીય નવરાત્રિમાં મા દુર્ગાની પ્રતિમા ઘરે જરૂર લાવો અને તેની વિધિ વિધાનથી પૂજા અર્ચના કરો. આમ કરવાથી મા ભગવતીની કૃપા તમારી પર વરસશે. આ સાથે માતાની કૃપાથી તમને તમામ કાર્યોમાં સફળતા મળશે. તેથી શારદીય નવરાત્રિમાં મા દુર્ગાની પ્રતિમાં ઘરમાં લાવવી જોઇએ.
માના પદચિહ્નો
શારદીય નવરાત્રિમાં તમે મા દુર્ગાના પદ ચિહ્ન ખરીદીને તમારા ઘરે લાવી શકો છો. ઘરે લાવ્યા બાદ તેનું પૂજન કરો. મા દુર્ગાના પદ ચિહ્નો ખૂબ જ શુભ માનવામાં આવે છે. માના પદ ચિહ્નોની પૂજાથી ઘરમાં સૌભાગ્ય જળવાયેલું રહે છે. દેવીના પદચિહ્નોને કદી જમીન પર ન લગાવો. તેની પર તમારા ઘરના લોકોના પગ પડે તો સારુ ન ગણાય. તેને પૂજા સ્થાન પાસે લગાવો.
લાલ-પીળી કે ગુલાબી ચુંદડી
નવરાત્રિ દરમિયાન માતાજીને લાલ, પીળી કે ગુલાબી રંગની સાડી કે ચુંદડી જરૂર લગાવો. આ રંગ શક્તિ અને સકારાત્મકતાનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિમાં પૂજા દરમિયાન માતાજીને લાલ, પીળા કે ગુલાબી રંગની સાડી ચઢાવો, તેનાથી મા દુર્ગા પ્રસન્ન થાય છે અને તમારી તમામ મનોકામના પૂર્ણ કરે છે. તમારા જીવનના કષ્ટ દૂર થાય છે.
લાલ ચંદનની માળા
શારદીય નવરાત્રિમાં ચંદનની માળા જરૂર ખરીદીને લાવો. લાલ ચંદનની માળાથી માં દુર્ગાના મંત્રોનો જાપ કરવાથી માતા પ્રસન્ન થાય છે અને તમારું જીવન ખુશીઓથી ભરી દે છે.
માની ધજા
શારદીય નવરાત્રિના પહેલા દિવસે લાલ રંગની ધજા ખરીદીને લાવો. તે ખૂબ શુભ માનવામાં આવે છે. નવરાત્રિમાં માની સામે ધજા રાખીને નવ દિવસ સુધી તેની પૂજા કરવાથી સાધકની તમામ મનોકામના પૂર્ણ થાય છે. ત્યારબાદ નોમના દિવસે તે ધજાને માતાના મંદિરના ગુંબજમાં લગાવી દેવી જોઇએ. આમ કરવાથી પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે.
નવરાત્રિમાં ખરીદીનું શું છે મહત્ત્વ
ધાર્મિક માન્યતા અનુસાર નવરાત્રિના નવ દિવસમાં મા દુર્ગાના નવ સ્વરૂપની પૂજા થાય છે. માની પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થાય છે. આ પાવન દિવસોમાં સવાર સાંજ આરતી અને મંત્રોચ્ચાર કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક બનેલું રહે છે. નવરાત્રિના નવ દિવસ ખૂબ પવિત્ર માનવામાં આવે છે. આ દિવસોમાં ધાર્મિક કાર્યો અને અનુષ્ઠાન કરવાનું પણ મહત્ત્વ છે. ઘરમાં માતાજીની કોઇ વસ્તુ ખરીદીને લાવો તેનાથી નકારાત્મક શક્તિઓનો વાસ થતો નથી અને ઘરમાં સકારાત્મકતા બનેલી રહે છે.
આ પણ વાંચોઃ ગરબાના આયોજકો માટે સરકારે શું ગાઇડલાઈન આપી?