ધર્મવિશેષ

આજે વસંતપંચમીના દિવસે ઘરમાં લઇ આવો આમાંથી કોઇ એક વસ્તુઃ થશે ફાયદો જ ફાયદો

Text To Speech

હિન્દુ ધર્મમાં વસંતપંચમીના પર્વનું વિશેષ મહત્ત્વ છે. આ દિવસે માતા સરસ્વતીની પુજા કરવામાં આવે છે. ભારતમાં આ દિવસથી વસંત ઋતુની શરૂઆત થાય છે. વસંત પંચમીના દિવસે કેટલીક વસ્તુઓ ખરીદવાનું અત્યંત શુભ મનાયુ છે. લગ્ન માટે પણ આજે ઘણાં મુહુર્તો છે. વસંતપંચમીના દિવસે તમે કેટલીક વસ્તુઓ ઘરમાં લાવીને રાખી દો તો તમારી કિસ્મત ચમકી ઉઠશે. તમારા બગડી રહેલા કામ પણ સુધરી જશે.

આજે વસંતપંચમીના દિવસે ઘરમાં લઇ આવો આમાંથી કોઇ એક વસ્તુઃ થશે ફાયદો જ ફાયદો hum dekhenge news

પીળો ક્રિસ્ટલ બોલ

વસંતપંચમીના દિવસે પીળા રંગનું ખાસ મહત્ત્વ હોય છે. આ દિવસે પીળો ક્રિસ્ટલ બોલ જરૂર ખરીદવો જોઇએ. તેને મેગનેટ પર લગાવવો જોઇએ. આમ કરવાથી બાળકોના અભ્યાસમાં આવતી સમસ્યાઓ દુર થાય છે.

આજે વસંતપંચમીના દિવસે ઘરમાં લઇ આવો આમાંથી કોઇ એક વસ્તુઃ થશે ફાયદો જ ફાયદો hum dekhenge news

મોરપીંછ

વસંતપંચમીના દિવસે મોરપીંછનું ખાસ મહત્ત્વ છે. આ દિવસે મોરપંખી છોડ તમારા ઘરની પુર્વ દિશામાં લગાવવો જોઇએ. એવી માન્યતા છે કે આમ કરવાથી માતા સરસ્વતી અને માતા લક્ષ્મીનો તમારા ઘરમાં વાસ થાય છે.

વાંસળી

વસંતપંચમીના દિવસે વાંસળીનુ વિશેષ મહત્ત્વ હોય છે. આ દિવસે વાંસળી માતા સરસ્વતીના ચરણોમાં જરૂર અર્પિત કરવી જોઇએ. એવી માન્યતા છે કે આમ કરવાથી માતા સરસ્વતીની કૃપા વરસે છે.

Back to top button