‘100 લાવો, સરકાર બનાવો..!’ અખિલેશ યાદવની મોન્સૂન ઓફર ભારે ચર્ચામાં
- અખિલેશ યાદવની ઓફરે ભાજપ અને તેના સાથી પક્ષો માટે નવો પડકાર ઉભો કર્યો
- યુપીમાં ગત ચૂંટણીમાં હાર બાદ અનેક મોટા નેતાઓએ વ્યક્ત કરી છે નારાજગી
- રાજકીય બેઠકોએ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોને પણ આપ્યો છે વેગ
નવી દિલ્હી, 18 જુલાઈ : યુપીમાં બીજેપીની અંદરની રાજકીય બયાનબાજી અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. ગત ચૂંટણીમાં હાર બાદ અનેક મોટા નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે. આ સાથે જ રાજકીય બેઠકોએ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોને પણ એંધાણ આપ્યું છે. આ દરમિયાન સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે ભાજપ અને તેના સાથી પક્ષોને શાનદાર ઓફર આપીને સરકાર માટે નવો પડકાર ઉભો કર્યો છે.
मानसून ऑफ़र: सौ लाओ, सरकार बनाओ!
— Akhilesh Yadav (@yadavakhilesh) July 18, 2024
ભાજપ અથવા સરકારમાંથી 100 ધારાસભ્યો લાવો અથવા સપા સાથે સરકાર બનાવો
સપાના વડા અખિલેશ યાદવે પોતાના સોશિયલ મીડિયા દ્વારા પોસ્ટ કરીને લખ્યું, ‘મોનસૂન ઑફર: 100 લાવો, સરકાર બનાવો!’, એટલે કે ભાજપ અથવા સરકારમાંથી 100 ધારાસભ્યો સપા સાથે લાવો અને પછી રાજ્યમાં સપાની સરકાર બનાવો.
આ પણ વાંચો : ચીનમાં આખા વર્ષનો વરસાદ એક જ દિવસમાં પડી ગયો, હેનાનમાં પૂરની સ્થિતિ, બેઈજિંગમાં હાઈ એલર્ટ
ભાજપ પક્ષ આંતરિક વિખવાદની દલદલમાં ધકેલાઈ રહ્યો છે
આ પહેલા ગઈકાલે બુધવારે પોતાની પ્રતિક્રિયા આપતાં સપા પ્રમુખે લખ્યું હતું કે, ‘ભાજપની ખુરશી માટેની લડાઈની ગરમીમાં ઉત્તર પ્રદેશમાં શાસન અને પ્રશાસન બેક બર્નર પર મૂકવામાં આવ્યું છે. ભાંગફોડની રાજનીતિનું જે કામ ભાજપ પહેલા અન્ય પક્ષોમાં કરતી હતી, તે જ કામ હવે પોતાની પાર્ટીમાં કરી રહી છે, જેના કારણે ભાજપ પક્ષ આંતરિક વિખવાદની દલદલમાં ધકેલાઈ રહ્યો છે. ભાજપમાં લોકોનું વિચારનાર કોઈ નથી.
ટૂંક સમયમાં રાજ્યના સંગઠનમાં ફેરફાર થઈ શકે છે
નોંધનીય છે કે અખિલેશ યાદવની આ પ્રતિક્રિયા એવા સમયે આવી છે જ્યારે ડેપ્યુટી સીએમ કેશવ પ્રસાદ મૌર્ય તેમના દિલ્હી પ્રવાસ પર હતા. આ દરમિયાન તેઓ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાને મળ્યા હતા. આ બેઠક બાદ ઘણા અર્થ કાઢવામાં આવ્યા હતા. સૂત્રોનું માનીએ તો ટૂંક સમયમાં રાજ્યના સંગઠનમાં ફેરફાર થઈ શકે છે.ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભૂપેન્દ્ર ચૌધરી પણ ગઈકાલે બુધવારે પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા હતા. સૂત્રોનું માનીએ તો તેમણે યુપીમાં હારની નૈતિક જવાબદારી લીધી છે. તમને જણાવી દઈએ કે યુપીની હાર બાદથી મંથનનો સમય ચાલી રહ્યો છે.
આ પણ વાંચો : NEET પેપર લીક કેસ : પટના AIIMSના 3 ડોક્ટરોની અટકાયત