બ્રિજભૂષણ શરણ સિંહએ મહિલા કુસ્તીબાજને કહી મંથરા, પોતાની તુલના ભગવાન રામ સાથે કરી!


રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ હાલમાં વિવાદોમાં છે. મહિલા રેસલર્સે તેમના પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે અને તેમની સામે એફઆઈઆર પણ કરવામાં આવી છે. કુસ્તીબાજો છેલ્લા એક મહિનાથી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને તેમની ધરપકડની માંગ કરી રહ્યા છે. આ વિવાદો વચ્ચે સાંસદ બ્રિજભૂષણ સિંહે વિવાદાસ્પદ નિવેદન આપીને મહિલા રેસલર્સને મંથરા કહી છે. તેમણે પોતાની તુલના ભગવાન રામ સાથે કરી છે.

મીડિયા રિપોર્ટર્સ અનુસાર બ્રિજભૂષણ શરણ સિંહે તેમના સંસદીય ક્ષેત્ર ગોંડાના ધનાઈગંજ બંધેમાં એક કાર્યક્રમ દરમિયાન કહ્યું કે મંથરાએ ભગવાન રામને 14 વર્ષ માટે વનવાસ મોકલ્યા હતા. પણ જો રામ વનવાસ ન ગયા હોત તો ઘણી બાબતો અધૂરી રહી ગઈ હોત. ઉદાહરણ તરીકે, રામ ક્યારેય કેવટને ન મળી શક્યા હોત. શબરીના એંઠા બોર ન ખાઈ શક્યા હોત. આ ઉપરાંત તેમની હનુમાન અને સુગ્રીવ સાથે મિત્રતા ન થઈ શકી હોત અને છેલ્લે રાવણનો અંત કેવી રીતે થાત?
બ્રિજભૂષણ સિંહે વધુમાં કહ્યું કે મને લાગે છે કે ભગવાને મારા માટે બીજું કોઈ કામ નક્કી કર્યું છે. હું બધું જ થઈ શકું છું, પરંતુ મારા પર જે આરોપો લગાવવામાં આવી રહ્યા છે તેઉ હું ક્યારેય ન કરી શકું. એક દિવસ પહેલા જ તેમણે નોર્કો ટેસ્ટની માંગ પર કહ્યું હતું કે “તે તેના માટે તૈયાર છે. પરંતુ શરત એ છે કે કુસ્તીબાજો પણ ટેસ્ટ માટે તૈયાર હોવા જોઈએ. જવાબમાં કુસ્તીબાજોએ પણ કહ્યું કે તેઓ આ માટે તૈયાર છે. દરમિયાન કુસ્તીબાજોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી બ્રિજભૂષણ સિંહની ધરપકડ નહીં થાય ત્યાં સુધી હડતાળ ચાલુ રહેશે.
આ પણ વાંચો: રાહુલ ગાંધી માતાને મળવા જતા કેમ અચાનક સફેદ ટી-શર્ટ અને ચપ્પલ પહેરી ટ્રકમાં ચડયા