Exit Pollના આંકડાઓ જોઈને બ્રીજભૂષણ સિંહનું હરિયાણા અંગે નિવેદન
હરિયાણા – 6 એકટોબર : જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે. નાઝિટ 8મી ઓક્ટોબરે આવશે. તે પહેલા બંને રાજ્યો માટે એક્ઝિટ પોલ જાહેર કરવામાં આવ્યા છે, જેના પર તમામ રાજકીય પક્ષોના નેતાઓ તરફથી પ્રતિક્રિયા આવી રહી છે. આ દરમિયાન બંને રાજ્યોના પરિણામોને લઈને ભારતીય રેસલિંગ ફેડરેશનના પૂર્વ વડા અને ભાજપના નેતા બ્રિજભૂષણ શરણ સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે.
VIDEO | Jammu and Kashmir elections 2024: “I can see that (BJP) government will be formed in Jammu and Kashmir,” says BJP leader Brij Bhushan Sharan Singh.
(Full video available on PTI Videos- https://t.co/dv5TRARJn4) pic.twitter.com/MOC3wKvNks
— Press Trust of India (@PTI_News) October 6, 2024
બ્રિજભૂષણ સિંહને પૂછવામાં આવ્યું કે તેઓ માને છે કે હરિયાણા અને જમ્મુ-કાશ્મીરમાં કોની સરકાર બનશે? તેના પર તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આપણે જોઈ શકીએ છીએ કે ભાજપની સરકાર બનશે, જ્યારે હરિયાણા અંગે તેમણે કહ્યું કે અહીં બોલવાની મનાઈ છે.
શું છે સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે ભાજપે બ્રિજભૂષણ શરણ સિંહને કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા વિરુદ્ધ નિવેદનો કરવાથી દૂર રહેવાની સલાહ આપી છે. તેમણે કોંગ્રેસમાં જોડાવા માટે બંને કુસ્તીબાજો પર નિશાન સાધ્યું હતું. ભૂતપૂર્વ WFI વડાએ કહ્યું કે વિનેશ અને બજરંગે કુસ્તીમાં નામ કમાવ્યું અને તેના દ્વારા પ્રખ્યાત થયા, પરંતુ હવે કોંગ્રેસમાં જોડાવાથી તેમના નામ ભૂંસાઈ જશે. આ સાથે બ્રિજ ભૂષણે વિનેશ પર કુશ્તીને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે વિનેશ અને બજરંગે કુસ્તીનું વાતાવરણ બગાડ્યું છે.
બ્રિજ ભૂષણે કોંગ્રેસ પર વિનેશનો ઉપયોગ કરવાનો આરોપ મૂક્યો અને કહ્યું કે કોંગ્રેસ હરિયાણાની ચૂંટણી જીતવા માટે વિનેશ અને બજરંગનો પ્યાદા તરીકે ઉપયોગ કરી રહી છે. અત્રે નોંધનીય છે કે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા એવા કુસ્તીબાજોમાં હતા જેમણે ગયા વર્ષે દિલ્હીના જંતર-મંતર પર બ્રિજ ભૂષણ સિંહ પર અનેક જુનિયર મહિલા રેસલર્સે યૌન શોષણ કરવાનો આરોપ લગાવ્યો હતો અને તેને લઈને ભારતીય કુસ્તી જગતમાં ભારે હોબાળો થયો હતો.
આ પણ વાંચો : જમ્મુ કાશ્મીરમાં સરકાર રચવાની ભાજપની કવાયત, આ રણનીતિ ઉપર પ્રયત્નો કર્યા શરૂ