મનોરંજન

તેજસ્વી પ્રકાશે ઈન્સ્ટાગ્રામ પર બનાવ્યો આ નવો રેકોર્ડ; કેટરિના કૈફ, દીપિકા પાદુકોણને પણ પાછળ છોડી

Text To Speech

બોલિવૂડ ડેસ્કઃ બિગ બોસ સીઝન 15ની વિજેતા તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ છે. કરણ કુન્દ્રા અને તેજસ્વીની તસવીરો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થાય છે. બંનેની જોડી દર્શકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તમને જણાવી દઈએ કે, બિગ બોસમાંથી બહાર આવ્યા બાદ તેજસ્વીએ ઘણી લોકપ્રિયતા મેળવી છે. ઈન્સ્ટાગ્રામ પર તેજસ્વીના 58 લાખથી વધુ ફોલોઅર્સ છે.

હવે નાગિન 6ની અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર કેટરિના કૈફ અને દીપિકા પાદુકોણને પાછળ છોડી દીધી છે. ટ્રુથ પોલના ઓનલાઈન સર્વે મુજબ, તેજસ્વી પ્રકાશની ઈન્સ્ટાગ્રામ પર સૌથી વધુ એન્ગેજમેન્ટ છે. તેજસ્વીનું એન્ગેજમેન્ટ 9.81 ટકા છે. આ અભિનેત્રીએ બોલીવુડની ઘણી મોટી અભિનેત્રીઓને એન્ગેજમેન્ટમાં માત આપી છે.

આ દિવસોમાં તેજસ્વી પ્રકાશ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. પ્રશંસકો સોશિયલ મીડિયા પર તેજસ્વી પ્રકાશના ફોટા અને વીડિયો જોવાનું પસંદ કરે છે. તમને જણાવી દઈએ કે, તેજસ્વીએ બિગ બોસ સીઝન 13ની સ્પર્ધક શહનાઝ ગિલ, અભિનેત્રી દીપિકા પાદુકોણ અને કેટરીના કૈફને પાછળ છોડી દીધી છે. તે જ સમયે શહનાઝ ગિલના એન્ગેજમેન્ટનો દર 6.46 ટકા છે. કેટરીના કૈફનો એન્ગેજમેન્ટ દર 4.01 ટકા છે.

બીજી તરફ જો અન્ય અભિનેત્રીઓની વાત કરીએ તો કેટરીના કૈફની એન્ગેજમેન્ટનો દર 4.01 ટકા છે. આ જ નોરા ફતેહીની એન્ગેજમેન્ટનો દર 2.97 ટકા છે. જો આ જ વાત બોલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ વિશે કરીએ તો દીપિકા પાદુકોણ આ યાદીમાં છેલ્લા નંબર પર છે. દીપિકાનું એન્ગેજમેન્ટ 0.90 ટકા છે. તેજસ્વી પ્રકાશના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, આ દિવસોમાં અભિનેત્રી ટીવી સિરિયલ નાગિન સિક્સમાં મુખ્ય ભૂમિકા ભજવી રહી છે.

Back to top button